દવા વગર પગની એડીઓનો દુખાવો દુર કરવાનો જોરદાર દેશી ઈલાજ, લગાવી દો ઘરમાં રહેલી આ વસ્તુઓ. તરત જ મળી જશે છુટકારો…

ભારતમાં લોકો અક્સર ખુલ્લા પગે ફરતા હોય છે. એવામાં પગની એડીઓ ફાટવી કે દુખાવો થવો એ સામાન્ય વાત છે. ઘણા લોકોને વજન વધારાના કારણે તો ઘણા લોકોને એડી ફાટવાને કારણે તો ઘણા લોકોને અન્ય કારણે પગની એડીઓમાં દુખાવો થતો હોય છે. ઘણા લોકોની આ સમસ્યા ઋતુ બદલવા સામે જતી રહે છે. જયારે ઘણા લોકોની આ સમસ્યા હંમેશા રહે છે અને વધતી પણ જાય છે.

આ પણ વાંચો

એડીઓમાં દુખાવો કોઈ બહારના કારણોથી થાય છે તો તેના માટે દેશી ઉપચાર ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. એડીઓમાં દુખાવાને કારણે આપણને ચાલવામાં પણ તકલીફ થાય છે. આથી તેને ઠીક કરવા માટે થોડા દેશી ઉપચાર કામ આવી શકે છે. આજે અમે તમને એવા જ દેશી ઉપાયો વિશે જણાવીશું.

લેવેન્ડર એસેન્શિયલ ઓઈલ : 2015 માં થયેલ એક અભ્યાસ જણાવે છે કે લેવેન્ડર એસેશીયલ ઓઈલમાં એન્ટી ઇન્ફલેમેટરી પ્રોપટીજ હોય છે, જે તમારા દુખાવાના ઈલાજ માટે લેવેન્ડર એસેશીયલ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે.

શું કરવું? : ઓલીવ ઓઈલ અથવા તો સરસવના તેલને ગરમ કરો અને તેમાં થોડા ટીપા એસેશીયલ ઓઇલ નાખો અને પછી તેનાથી મસાજ કરો.

સરસવનું તેલ અને લસણ : આ ખુબ જ જુનો દેશી ઉપચાર છે, જેને દુખાવાને ઓછો કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના દેશી ઉપચારથી ઘણી મદદ મળી શકે છે. સરસવ ના તેલ અને લસણ બંનેમાં દુખાવાને ઓછો કરવાના ગુણ રહેલા છે.

શું કરવું ? : 2 ચમચી સરસવનું તેલ ગરમ કરો અને તેમાં એક કળી ક્રશ કરેલું લસણ નાખો. તેને ચડવા નથી દેવાનું પણ ગરમ જ કરવાનું છે. ત્યાર પછી તે તેલને પોતાની પગની એડીઓ પર લગાવો અને મસાજ કરો. તમે તેને હોટ ઓઈલ થેરેપી ના રૂપમાં પણ લઇ શકો છો. જો કે તેની ખુબ જ સ્ટ્રોંગ સ્મેલ આવે છે જે ઘણા લોકોને ગમતી નથી.

ઠંડુ પાણી અને ગરમ પાણી : પગને ગરમ પાણીમાં નાખીને થોડીવાર રહેવા દેવાથી આરામ મળે છે એ તો તમે જાણતા જ હશો. પણ અમે તમને ગરમ પાણી અને ઠંડુ પાણી બંને એકસાથે કરવાની ટ્રીક જણાવીએ છીએ.

શું કરવું ? : ગરમ પાણીમાં મીઠું નાખો, અને તેને મિક્સ કરી લો. તેમાં 5 મિનીટ માટે ડુબાડી ને રહેવા દો, ત્યાર પછી 3 મિનીટ માટે ઠંડા પાણીમાં પગ રાખો. આમ કરવાથી તમારી પગની એડીના સ્નાયુઓ રીલેક્સ થશે અને તમને દુખાવામાં રાહત મળશે.

આ રીતે તમે અલગ અલગ રીતે ઉપચાર કરીને પગની એડીઓનો દુખાવો ઓછો કરી શકો છો. તેનાથી તમને જલ્દી રાહત મળે છે અને પગના સ્નાયુઓ પણ રીલેક્સ થાય છે તેનાથી તમારો થાક પણ ઓછો થાય છે અને તમને આરામનો અનુભવ થાય છે. આ ખુબ જ અસરકારક ઉપચાર છે.

Leave a Comment