શિયાળાની શરૂઆત થઈ જતાં જ આપણે અલગ-અલગ પ્રકારના વસાણા અને ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરીએ છીએ તથા તેની સાથે સાથે જ આપણે ખજૂરનો પણ ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં લગભગ લોકો ખજૂરને પોતાના ડાયેટમાં સામેલ કરે છે, કારણ કે ખજૂર પોષક તત્વોનો ભંડાર હોય છે. તે પ્રોટીન, ડાયટરી, ફાઇબર, વિટામિન બી અને વિટામિન સી નો ખુબ જ સારો સ્ત્રોત હોય છે.
આ પણ વાંચો
- રસોડામાં રહેલી આ વસ્તુઓથી મટાડો વર્ષો જૂની કબજિયાત, પેટ અને આંતરડા થઈ જશે એકદમ સાફ…જાણો કબજિયાતને તોડવાના સરળ દેશી ઉપચાર…
- કમરનો દુઃખાવો દુર કરવા અજમાવો આ જબરદસ્ત દેશી ઘરેલું ઈલાજ, વગર ખર્ચે દુઃખાવો જડમૂળથી થઈ જશે નાબુદ…
- ફક્ત એક ગ્લાસ આનું સેવન, બ્લોટિંગ, બ્લડ પ્રેશર, થાક, માથાના દુખાવા મફતમાં જ મટાડી દેશે અને પેશાબની તમામ સમસ્યા દુર કરી દેશે…
ખજૂરમાં ઉપસ્થિત આ દરેક તત્વો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે. પરંતુ અમુક લોકો એવા પણ છે જેમને ખજૂરનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. મેદસ્વિતા, ડાયરિયા અને કિડનીનો રોગ થયો હોય ત્યારે ખજૂરનું સેવન તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય ડાયટ અને નુટ્રીશન ડાયટિશ્યન જણાવે છે કે, ક્યાં લોકોએ ખજૂર ખાવાથી દૂર રહેવું જોઈએ.
બાળકો માટે : જો તમારા ઘરમાં નાના બાળકો છે અને તે ખજૂરનું સેવન કરે છે તો તેમને વધુ માત્રામાં તેના સેવનથી દૂર રાખો. કારણ કે ખજૂર તેમના આંતરડાને નુકશાન પહોંચાડી શકે છે, નાના બાળકોના આંતરડા સંપૂર્ણ રીતે વિકસિત થયા હોતા નથી, તેથી તેમની માટે ખજૂર ખાવું નુકશાનકારક હોય શકે છે.
કબજિયાત : વધુ માત્રામાં ખજૂરનું સેવન કરવાથી કબજિયાત થઈ શકે છે. ખજૂર માત્ર ડાયેરિયા જ નહીં પરંતુ કબજિયાત થવાનું પણ કારણ બની શકે છે. ખજૂરથી મળ કઠોર બની શકે છે, તેનાથી કબજિયાત થવાની સંભાવના વધી જાય છે. પરંતુ જો તમે તેને સીમિત માત્રામાં સેવન કરો છો તો કબજિયાતમાં આરામ મળે છે. ખજૂરમાં જોવા મળતું ફાયબર કબજિયાતમાં રાહત આપે છે.
સ્નાયુઓની કમજોરીનું કારણ ખજૂર : ખજૂરનું વધુ માત્રામાં સેવન કરવાથી સ્નાયુઓને નુકશાન પહોંચી શકે છે. તેથી ખજૂરનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ. ખજૂરમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા ખુબ જ હોય છે, જે સ્નાયુઓમાં કમજોરી થવાનું કારણ બની શકે છે. પરંતુ જો તમે તેનો સીમિત માત્રામાં સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ થઈ શકે છે.
ગર્ભવતી મહિલાઓ માટે : ગર્ભવતી મહિલાઓ માટે વધુ માત્રામાં ખજૂરનું સેવન નુકશાનકારક હોય શકે છે ગર્ભવતી મહિલાઓએ ખજૂરનું સેવન ડોક્ટરની સલાહ લઈને જ કરવું જોઈએ.
એલર્જીમાં : જે વ્યક્તિને કોઈ એલર્જી છે તેમને ખજૂરનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ તેવું આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે. ખજૂરમાં ફ્રૂકટોઝનું લેવલ વધુ હોય છે જેનાથી એલર્જીક લોકોને નુકશાન પહોંચી શકે છે. જો તમે ખૂબ જ જલ્દી એલર્જીના શિકાર થઈ જાવ છો તો તમારે ડોક્ટરની સલાહ લઈને જ ખજૂરનું સેવન કરવું જોઈએ. એલર્જી થાય ત્યારે આવા ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું જોઈએ.
ડાયેરિયામાં હાનિકારક ખજૂર : જે લોકોની પેટથી જોડાયેલી તકલીફ હોય છે તેમને ખજૂરનું સેવન કરવું જોઈએ નહીં, અને જેમને ડાયેરિયાની સમસ્યા પણ રહ્યા કરે છે તેમને ખજૂર ખાવાથી દૂર રહેવું જોઈએ. ખજૂરમાં લેગઝેટીવ ઇફેક્ટ જોવા મળે છે, જે ડાયેરિયાની સમસ્યાને વધારી શકે છે. બાળકોને જો ઝાડાની સમસ્યા રહે છે તેવી પરિસ્થિતિમાં તેમને ખજૂર આપવાથી દૂર રહેવું જોઈએ.
કિડનીના રોગો માટે હાનિકારક : કિડનીના દર્દીઓ માટે હાઈ પોટેશિયમ ખુબ જ નુકશાનકારક હોય છે, તેથી તેમને ખજૂરનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. ખરેખર ખજૂરમાં હાઈ પોટેશિયમ લેવલ જોવા મળે છે જે કિડનીના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
મેદસ્વિતામાં ખજૂર : વધુ માત્રામાં ખજૂરનું સેવન કરવાથી મેદસ્વીતા વધી શકે છે. અને જો તમારું વજન વધારે છે તો તમારે ખજૂરનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ, ખરેખર તો ખજૂરમાં કેલેરીની માત્રા વધુ હોય છે, જેનાથી તમારું વજન વધવા લાગે છે. જો તમારું વજન ઓછું છે તો તમે ખજૂરનું સેવન કરી શકો છો. પરંતુ મેદસ્વિતાથી પરેશાન લોકોએ તેનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. એક ગ્રામ ખજૂરમાં લગભગ 2.5 કેલેરી હોય છે જે ખૂબ જ તીવ્રતાથી વજન વધવાનું કારણ પણ બની શકે છે.
ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તો હોય છે, પરંતુ તેનો વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તે નુકશાન પણ આપી શકે છે, જો તમને ઉપર જણાવેલી સમસ્યાઓ હે તો તમારે ખજૂરનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ, તે સિવાય પણ જો તમે કોઈ બીજી સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ડોક્ટરની સલાહ લઈને જ ખજૂરનું સેવન કરવું જોઈએ.