રસોડામાં રહેલી આ વસ્તુઓથી મટાડો વર્ષો જૂની કબજિયાત, પેટ અને આંતરડા થઈ જશે એકદમ સાફ…જાણો કબજિયાતને તોડવાના સરળ દેશી ઉપચાર…

કબજિયાત એ એક એવી બીમારી છે જે અનેક રોગોનું મૂળબની શકે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમારે અમુક વસ્તુઓનું સેવન ફાયદાકારક નીવડી શકે છે. રસોડામાં રહેલ આ વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

આ પણ વાંચો

કબજિયાત પાચનની એક સામાન્ય સમસ્યા છે. કબજિયાત એક એવી સ્થિતિ છે જેમાં તમે અઠવાડિયામાં ત્રણથી ઓછી વખત જ મળ ત્યાગ કરી શકો છો. આવું મળના સખ્ત થઈ જવાથી થાય છે. કારણ કે તે, પોતાની શારીરિક ગતિવિધિઓ અને ખાણીપીણી પર નિર્ભર કરે છે, માટે જ લગભગ બધા જ તેનાથી પરેશાન રહેતા હોય છે. જો તમને કબજિયાતની ફરિયાદ હોય તો જાણી લો, કબજિયાતનું કારણ શું છે? તે વાત દોષના અસંતુલનના કારણે થાય છે. તેના ઘણા કારણો હોય શકે છે, જેમાં સૂકું, ઠંડુ, મસાલેદાર, તળેલું અને ફાસ્ટ ફૂડનું અત્યાધિક સેવન, પર્યાપ્ત પાણી ન પીવું, ભોજનમાં ઓછું ફાઈબર, ખરાબ ચયાપચય, રાત્રે મોડેથી જમવું, ગતિહીન જીવનશૈલી જેવા કારણો સમાવિષ્ટ છે.

લાંબા સમય સુધી કબજિયાત રહેવાથી પાચનક્રિયા ડિસ્ટર્બ થઈ જાય છે. તે સિવાય ગેસ, માથાનો દુખાવો, ભૂખ ન લાગવી, નબળાઈ, ચહેરા પર ખીલ, કાળા ડાઘ જેવી સમસ્યાઓ થવા લાગે છે. મોટા ભાગના કેસમાં કબજિયાત થોડા દિવસો માટે જ હોય છે, પરંતુ તે તમારા આખા દિવસના કાર્યક્રમને અસર કરવાની ક્ષમતા રાખે છે. એવામાં લોકો તરત જ દવા લેતા હોય છે. પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, વધારે દવાઓ પણ તમારા સ્વાસ્થ્યને ડેમેજ કરવાનું કામ કરે છે. એવામાં જેટલું બની શકે ઘરેલુ ઉપચારનો પ્રયોગ કરવો જોઈએ. પાચનને સ્વસ્થ રાખવા આ નેચરલ રીત અજમાવો.

કિશમિશ:- કાળી કિશમિશ ફાઈબરથી ભરપૂર હોય છે. જે સ્ટૂલને ઢીલું કરે છે અને બાઉલ મુવમેંટને સરખી બનાવે છે. તેનાથી મળ ત્યાગ કરવામાં વધારે જોર લગાડવાની જરૂર રહેતી નથી. જેનાથી કબજિયાત, અપચો અને એસિડિટીની સમસ્યા થતી નથી. આયુર્વેદ ડોક્ટર જણાવે છે કે, કિશમિશ સૂકો ખાદ્ય પદાર્થ હોય છે, જે તમારા વાત દોષને વધારવાની સાથે સાથે ગેસ્ટ્રીક સમસ્યા ઊભી કરી શકે છે. તે માટે ફુલેલા કિશમિશ ખાવા જ સારા રહે છે તેનાથી પાચનની સમસ્યા પણ થતી નથી. તો, કિશમિશના સેવનથી તમે આ પ્રકારે તમારી કબજિયાત દૂર કરી શકો છો.

મેથીના દાણા:- મેથીના દાણાનું સેવન તમારા પાચનને સારું બનાવી શકે છે. પરંતુ પિત્ત દોષ વાળા લોકોએ તેના સેવનથી બચવું જોઈએ. ડોક્ટર જણાવે છે કે, 1 ચમચી મેથીના દાણાને રાત્રે પલાળીને સવારે સૌથી પહેલા ખાવામાં આવે છે. તે સિવાય તમે આ મેથીના દાણાનો પાવડર પણ બનાવી શકો છો અને સૂતી વખતે ગરમ પાણી સાથે 1 ચમચી તેનું સેવન કરવાથી પણ સ્વાસ્થ્યને ફાયદો થઈ શકે છે. આમ, મેથીના દાણા પણ કબજિયાત દૂર કરવામાં મદદરૂપ બને છે.

આમળાનું જ્યુસ:- આમળા એક અદ્ભુત રોચક હોય છે. નિયમિત રૂપથી સવારે ખાલી પેટ તેનું સેવન વાળનું ખરવું, સફેદ વાળ, વજન ઘટાડવું અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ મદદ કરે છે. વિશેષજ્ઞ જણાવે છે કે, તમે આમળાનું સેવન તમારી સુવિધા મુજબ ફળ અથવા પાવડરના રૂપમાં પણ કરી શકો છો. તે બધા પ્રકારની પ્રકૃતિ વાળા લોકો માટે ફાયદાકારક હોય છે. આમ, આમળા પણ તમારી કબજિયાત દૂર કરવામાં મદદ કરી શકે છે.

ગાયનું ઘી:- A2 ગાયનું ઘી (દેશી ગાયના દૂધ માંથી બનેલ ઘી નું સૌથી શુધ્ધ રૂપ) તમારા ચયાપચયમાં સુધારો કરે છે. તે તમારા શરીરમાં સ્વસ્થ વસાને જાળવી રાખવામા પણ મદદ કરે છે જે વિટામિન એ, ડી, ઇ અને કે જેવા વસામાં ઘૂલનશીલ વિટામિનના અવશોષણ માટે જરૂરી છે. ડોક્ટર ઘીનો સુઝાવ આપતી નથી કારણ કે તે, જાડુ હોય છે અને દરેક વ્યક્તિને સુટ કરતું નથી. ભેંસનું ઘી એવા લોકો માટે સારું હોય છે જે, વજન વધારવા માંગતા હોય. મોટા ભાગના લાભ માટે હંમેશા A2 ગાયનું દૂધ અને ઘી પસંદ કરવું. એક ગ્લાસ ગરમ ગાયના દૂધ સાથે 1 ચમચી ગાયનું ઘી જૂની કબજિયાત વાળા લોકો માટે સૌથી સારું કામ કરે છે.

ગાયનું દૂધ:- દૂધ નેચરલ રોચક હોય છે. જે મળ ત્યાગની પ્રક્રિયાને સરળ બનાવે છે. બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી બધા માટે તે સ્વાસ્થ્યકારી હોય છે. ગર્ભવતી મહિલાઓ દ્વારા પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આયુર્વેદ ડોક્ટર જણાવે છે કે, દૂધનું સેવન પિત્ત પ્રકૃતિ વાળા લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના લાભ મેળવવા માટે રાત્રે સૂતા સમયે એક ગ્લાસ ગરમ દૂધ જરૂરથી પીવું જોઈએ. આમ, ગાયનું દૂધ કબજિયાત દૂર કરવામાં મદદ કરી શકે છે.

આમ, ઉપર મુજબની રસોડામાં રહેલી 5 વસ્તુઓની મદદથી તમે તમારી જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા દૂર કરી શકો છો. તે માટે તમારે દવાઓ લેવાની જરૂર નથી. તમે માત્ર આ ઘરેલુ ઉપાયોની મદદથી સરળતાથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકો છો. અને તેનાથી સ્વાસ્થ્યને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. આ બધી જ વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

Leave a Comment