વિટામીન D3 અને B12 ની કમી શરીર માટે છે જોખમી, જલ્દી ખાવા લાગો આ વસ્તુ વિટામીનની ઉણપ દુર કરશે દવા અને ઈન્જેકશન વગર જ….

મિત્રો આપણા શરીરમાં દરેક વિટામીન અને પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહે તો જ તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. જો આ વિટામીનમાં કમી આવે તો તમે અનેક બીમારીઓનો ભોગ બની શકો છો. આથી તમારે શરીરમાં વિટામીન ડી અને બી ની કમી થાય છે તો તે તમારા માટે જોખમ બની શકે છે.

આ પણ વાંચો

શરીરના સારા કામકાજ માટે વિટામીન અને મિનરલ્સની જરૂરત હોય છે. તેની કમીથી શરીરમાં ઘણી ગંભીર બીમારી થઇ શકે છે. આ સિવાય ઘણા લોકો અક્સર શરીરમાં પોષક તત્વો વાળી ખાવાની વસ્તુઓ ને પોતાની ડાયટમાં સામેલ નથી કરતા. પ્રોટીન, કેલ્શિયમ અને આયરનની જેમ વિટામીન ડી 3 અને બી12 ની પણ શરીરને જરૂરત હોય છે.

એક રીપોર્ટમાં જાણવા મળ્યું છે કે વિટામીન ડી3 અને બી12 ની કમી સાઈલેંટ મહામારી ની જેમ હોય છે. જે ધીરેધીરે શરીરને ઘણી ગંભીર બીમારીઓની ઝપેટમાં નાખી દે છે. તેમાં જાણવા મળ્યું છે કે દર બીજા માણસમાં આ બે વિટામીનની કમી જોવા મળે છે.

આ ઉપરાંત મગજથી લઈને હાડકાઓ સુધી શરીરની દરેક કોશિકાના સ્તર પર વિટામીન ડી3 રીસેપ્ટર્સ હોય છે. આ વિટામીન શરીરમાં ઘણા તત્વોના કાર્યોમાં કંટ્રોલ કરે છે. તેની કમીથી હાડકાઓ કમજોર થઇ જાય છે. વાઈટ બ્લડ સેલ્સ ઓછુ થઇ શકે છે, ઈમ્યુન સીસ્ટમ કમજોર થઇ જાય છે. મગજનું કામકાજ પ્રભાવિત થઇ શકે છે.

હાર્મોનની જેમ કામ કરે છે વિટામીન ડી3:- વિટામીન ડી3 માત્ર એક વિટામીન નથી. આ એક હાર્મોનની જેમ કામ કરે છે. જો કે તે મોટેભાગે સૂર્ય પ્રકાશના જવાબમાં ત્વચામાં ઉત્પન્ન થાય છે અને ઘણા વિટામીન ડી3 યુક્ત ખાદ્ય પદાર્થથી પણ અવશોષિત થાય છે. આથી તેને હાર્મોન પણ કહેવામાં આવે છે. સૂર્યના પ્રકાશમાં આવ્યા પછી શરીરમાં તેને સંશ્લેષિત કરે છે અને આ કીડની અને લીવર દ્વારા સક્રિય થાય છે. આ સક્રિય રૂપ ફરીથી કેલ્શિયમ ચયાપચયને નિયંત્રિત કરવા માટે હાર્મોનની જેમ કાર્ય કરે છે.

શરીરમાં વિટામીન બી12 નું શું કામ હોય છે?:- વિટામીન બી12 પણ એક જરૂરી પોષક તત્વ છે. જેની શરીર ને જરૂરત હોય છે. માહિતી અનુસાર આ વિટામીન ના ઘણા કાર્યો માં સામેલ છે. ઉર્જા ઉત્પાદન કરે છે, કાર્બોહાઈડ્રેટ ચયાપચય કરે છે, આંતરડાનું સ્વાસ્થ્ય બનાવી રાખે છે, આરબીસી ઉત્પાદન કરે છે, તંત્રિકા સ્વાસ્થ્ય, મસ્તિષ્ક સ્વાસ્થ્ય અને સ્મૃતિ વધારે છે, મુડને સારું બનાવે છે.

વિટામીન ડી3 અને વિટામીન બી12 ની કમીના સંકેત:- તેની કમીથી તમારા શરીરમાં દુખાવા, બ્રેઈન ફોગ, થાક, હાર્મોનલ બગડવું, નખ તુટવા અને સ્મૃતિ ઓછી થવી જેવી સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. પીસીઓએસ, કેન્સર, અલ્જાઈમર, કમજોર હાડકાઓ, ઉર્જાનું સ્તર ઓછુ હોવું અથવા ઓટોઈમ્યુન ડીસઓર્ડર વાળા લોકોને આ વિટામીન ની જરૂરિયાત હોય છે.

વિટામીન ડી3 અને વિટામીન બી12 માટે શું ખાવું જોઈએ:- વિટામીન ડી ના થોડા પ્રાકૃતિક સ્ત્રોતોમાં સૂરજની રોશની, સાબુત ઈંડા, મશરૂમ અને વસાયુક્ત માછલી, સામેલ છે. જ્યાં વિટામીન બી12 નો સંબંધ છે તો તમારે ફર્મટેડ ફૂડ, ઓર્ગન મીટ, ખમીર, ખાટા ડેરી ઉત્પાદ તેના સારા સ્ત્રોત છે.

આમ તમે વિટામીન ડી3 અને વિટામીન બી12 ની કમીને અમુક ખોરાકના સેવનથી પૂરી કરી શકો છો. જો તમારા શરીરમાં આ વિટામીનનું સંતુલન જળવાઈ રહે તો તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તમને સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ ઓછી થઇ શકે છે. આમ આ બંને વિટામીન શરીર માટે ખુબ જરૂરી છે અને પુરતી માટે તમારે અમુક ખોરાકનું સેવન કરવું જરૂર બની રહે છે.

Leave a Comment