આ કામો કરતી વખતે ખાસ સાંભળવું નહીં તો અચાનક જ આવી શકે છે હાર્ટ એટેક…

આ 10 કારણોને લીધે તમને અચાનક હાર્ટ એટેક આવી શકે છે, કોફી, સેક્સ, માઈગ્રેનથી સાવધાન રહો 

જયારે હૃદયની માંસપેશીઓ સુધી થતી લોહીની અવરજવર બાધિત થાય છે ત્યારે માણસને હાર્ટ એટેક આવે છે. ધુમ્રપાન, હાઈ ફેટ ડાયેટ, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, અથવા વજન વધારાને હાર્ટ એટેક માટે વધુ જવાબદાર માનવામાં આવે છે. પણ અન્ય કારણો પણ હાર્ટ એટેક આવવાનું કારણ બનતી હોય છે અને આ બાબતો પર માણસનું ધ્યાન નથી જતું. વર્લ્ડ હાર્ટ ડે ના અવસરે આજે અમે તમને એવા 10 કારણો વિષે જણાવીશું. 

આ પણ વાંચો

1) જો થાકનો અનુભવ કર્યા પછી પણ તમે પુરતી નીંદર નથી કરતા તો હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. એક અભ્યાસ અનુસાર રાત્રે 6 કલાકથી ઓછી નીંદર કરતા લોકોમાં હાર્ટ એટેકનું જોખમ 6-8 કલાકની નીંદર કરતા લોકોની તુલનામાં બેગણું છે. ઓછી નીંદર કરવાથી બ્લડ પ્રેશર અને ઇન્ફલેમેશનની પરેશાની વધે છે.

2) માઈગ્રેન : માઈગ્રેનની સમસ્યા થવા પર સ્ટ્રોક, છાતીમાં દુખાવો અને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે. જો કોઈને હૃદયની બીમારી અને માઈગ્રેન બંને છે તો તેને માઈગ્રેનમાં લેવાતી દવા ટ્રીપટેન ન લેવી જોઈએ. કારણ કે તે રક્ત વાહિકાઓને સંકુચિત કરી દે છે જો કે ડોક્ટરની સલાહ જરૂર લો. 

3) ઠંડુ વાતાવરણ : ઠંડુ તાપમાન રહેવાને કારણે આપણી ધમનીઓ પાતળી થઇ જાય છે અને આ જ કારણે વાહિકાઓથી હૃદય સુધી થતી લોહીની અવરજવરમાં અડચણ આવે છે. આથી ઠંડા તાપમાનમાં હૃદયની માંસપેશીઓને ગરમ કરવા માટે શારીરિક એક્ટીવીટી જરૂર કરવી જોઈએ. 

4)  એક સમયમાં ખુબ જ વધુ પડતું ભોજન કરવાથી શરીરમાં સ્ટ્રેસ હાર્મોન નોરએપીનેફ્રીન રિલીજ થાય છે. તે બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ વધારીને હાર્ટ એટેક આવે એવું કાર્ય કરે છે. બીજું કે ખુબ વધુ ફેટવાળું ભોજન કરવાથી પણ લોહીમાં ફેટની માત્રા અચાનક વધી જાય છે, જે અસ્થાયી રૂપે રક્ત વાહિકાઓને ડેમેજ કરી શકે છે.

5) સ્ટ્રોંગ ઈમોશનલ : ગુસ્સો, શોક અને તનાવ જેવા ભાવ પણ હાર્ટને લગતી પરેશાની માટે જવાબદાર હોય છે. ખુબ જ વધુ પડતી ખુશી પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આથી દુઃખ અને ખુશીના ભાવને પોતાના પર હાવી ન થવા દેવા જોઈએ. 

6) કસરત : વર્કઆઉટ કરવું આપણા હ્રદયના સ્વાસ્થ્ય માટે ખુબ સારું માનવામાં આવે છે પણ ખુબ જ વધુ પડતી કસરત કરવાથી હાર્ટ એટેક આવી શકે છે. એક્સપર્ટ કહે છે કે લગભગ 6% હાર્ટ એટેક એક્સટ્રીમ લેવલના ફીજીકલ એફર્ટના કારણે થાય છે. 

7) અંગત પળો : કોઈ કસરતની જેમ જ પાર્ટનર સાથેની વધારે પડતી અંગત પળો માણવી પણ હાર્ટ એટેકનું જોખમ વધારે છે. મોટાભાગના લોકો માટે આ સંબંધ મહત્વપૂર્ણ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. તે જીવનનો એક ભાગ છે પણ જો તમને હૃદયને લગતી કોઈ બીમારી છે તો એક વખત ડોક્ટર સાથે જરૂર વાત કરો.

8) કોલ્ડ ફ્લુ : 2018 ના એક અભ્યાસ અનુસાર ફ્લુ થઇ ગયા પછી એક અઠવાડિયા પછી હાર્ટ એટેક થવાની સંભાવના 6 ગણી વધી જાય છે. તેનું કારણ જાણવા નથી મળ્યું, પણ એક્સપર્ટ નું કહેવું છે કે ઇન્ફેકશનથી લડતી વખતે લોહી ચીકણું થઇ જાય છે અને તેના ગઠ્ઠા બનવા લાગે છે અને હાર્ટ એટેક નું જોખમ વધી જાય છે. 

9)કોફી : આલ્કોહોલની જેમ કોફીના પણ પોતાના ફાયદાઓ અને નુકસાન છે. તેમાં રહેલ કેફીન ઓછા સમય માટે તમારા બ્લડ પ્રેશરને વધારી દે છે અને આ કારણે માણસને હાર્ટ એટેક આવે છે. એક્સપર્ટ કહે છે કે દિવસમાં બે થી ત્રણ કપ કોફી પીતા લોકો માટે કોઈ જોખમ નથી. 

10) સવારે પથારીમાંથી ઉભા થવું : કોઈ માણસ ને સવારે ઉઠતાની સાથે હાર્ટ એટેક આવવું એક સામાન્ય વાત છે. વાસ્તવમાં આપણું મગજ શરીરને હોર્મોનથી ભરી દે છે. જેનાથી તમને જાગવામાં મદદ મળે છે. આ કારણે હાર્ટ પર વધારે તનાવ વધે છે. લાંબી નીંદર પછી તમે ડીહાઈડ્રેટેડ પણ થઇ શકો છો, જેનાથી હૃદયને વધુ મહેનત કરવી પડે છે.

Leave a Comment