માસિક દરમિયાન થતા દુખાવા અને મહિલાઓની અનેક પીડાને દુર કરશે આ દેશી ચા, જાણો તેની રેસીપી અને અનેક ફાયદા…

મિત્રો મહિલાઓને અક્સર માસિક દરમિયાન દુખાવાની તકલીફ રહેતી હોય છે. જો કે આ દુખાવો એ કુદરતી છે, પણ તમે ઘણા ઘરેલું ઉપચાર કરીને રાહત મેળવી શકો છો. કહેવાય છે કે, માસિક દરમિયાનના આ દુખાવાને ઓછો કરવા માટે અજમા ખુબ જ ઉપયોગી છે. તેમજ અજમાની ચા પણ ખુબ જ ફાયદાકારક છે.

આ પણ વાંચો

માસિક દરમિયાન ઘણી મહિલાઓને અસહ્ય દુખાવો થતો હોય છે. આ દુખાવો તમને શિયાળામાં વધુ પરેશાન કરી શકે છે, આથી આ દુખાવાને ઓછો કરવા માટે તમે ઘણા ઉપાયો અજમાવ્યા હશે, પણ આ લેખમાં અમે તમને એક સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે સરળતાથી આ દુખાવાથી રાહત મેળવી શકશો. તમે દુખાવાથી રાહત મેળવવા માટે અજમાની ચાનું સેવન કરો. અજમામાં વિટામીન અને મિનરલ જેવા કે સોડીયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ રહેલ છે. અજમામાં કાર્બ્સ, ફેટી એસીડ, ફાઈબર, પ્રોટીન, એન્ટી ઓક્સીડેંટ પણ રહેલ છે. તેનાથી માસિક દરમિયાન થતા દુખાવામાં રાહત મળે આ લેખમાં આપણે અજમાની ચાના ફાયદાઓ વિશે જાણશું.

માસિક દરમિયાન અજમાનું સેવન કેમ ફાયદાકારક છે ? : માસિક દરમિયાન અજમાની મદદથી દુખાવામાં રાહત મેળવી શકો છો. તેમાં ફાઈબર, એન્ટી ઓક્સીડેંટ, વિટામીન અને મિનરલ ભરપુર માત્રામાં રહેલ છે. તેમાં રહેલ એન્ટી ઇન્ફલેમેટરી ગુણથી અજમાની ચા નું સેવન કરવાથી દુખાવામાં રાહત મળે છે. માસિક દરમિયાન સોજો, વધુ બ્લીડીંગ, તીવ્ર દુખાવો વગેરેની સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરે છે.

સામગ્રી : ચા બનાવવા માટે પાણી, અજમા, બ્લેક ટી, ગોળ અને ઘી.

બનાવવાની રીત : અજમાની ચા બનાવવાની રીત ખુબ જ સરળ છે, એક વાસણમાં પાણીને ગરમ કરવા માટે મૂકી દો, હવે તેમાં અડધી ચમચી અજમા નાખીને ઉકાળો, જ્યારે પાણીનો રંગ પીળો થઈ જાય એટલે તેમાં અડધી ચમચી બ્લેક ટી મિક્સ કરો. હવે પાણીને ઉકળવા દો. થોડો ગોળ પણ મિક્સ કરી દો. હવે આ મિશ્રણમાં અડધી ચમચી ઘી નાખો. હવે આ મિશ્રણને ઉકળવા દો, થોડી વાર પછી ગેસ બંધ કર દો. તેને એક કપમાં કાઢીને અજમાની ચા નું સેવન કરો.

માસિક દરમિયાન અજમાની ચાના ફાયદાઓ : અજમા અને અન્ય વસ્તુઓ મળીને અજમાની ચાને વધુ ગુણકારી બનાવે છે. આ ચા માં રહેલ બ્લેક ટી માં એન્ટી ઓક્સીડેંટ, ગુણ હોય છે, જેનાથી માસિક દરમિયાન થતો થાક અને દુખાવાની સમસ્યાથી છુટકારો અપાવે છે. અજમાની ચા માં રહેલ ગોળથી માસિક દરમિયન થતા દર્દમાં રાહત મળે છે, થાક અને અસામાન્ય માસિકની સમસ્યાથી પણ છુટકારો મળે છે. આ ચામાં આપણે ઘી પણ નાખ્યું છે, જેમાં વિટામીન એ, વિટામીન ડી, વિટામીન ઈ, એન્ટી ઓક્સીડેંટ, વગેરે રહેલ છે. જેનાથી દુખાવો દુર થાય છે. આ ચા ને તમે દિવસમાં બે વખત પિય શકો છો.

અજમાની ચાના અન્ય ફાયદાઓ : અજમાની ચા પીવાથી તમને ઈંડાઈજેશનની સમસ્યા નથી થતી. અજમાની ચા નું સેવન કરશો તો શરીર ડીટોકસીફાઈ થઈ જશે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમારે અજમાની ચાનું સેવન કરવું જોઈએ. અજમાની ચાનું સેવન કરવાથી તમને કોલ્ડ અથવા ઉધરસની સમસ્યા નથી થતી. કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરવા માટે અજમાની ચા ખુબ જ ફાયદાકારક છે. અજમાની ચા પીવાથી તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે અને તમે બીમાર પડતા નથી.

પરંતુ જો તમે અજમાની ચા થી કોઈ એલર્જી થાય છે તો તેનું સેવન ન કરવું જોઈએ. ગંભીર ત્વચા રોગ અથવા બીમાર થવા પર ડોક્ટરની સલાહ અનુસાર તેનું સેવન કરવું.

Leave a Comment