મીત્રો તમે કદાચ જાણતા હશો કે જો સવારમાં તમારું પેટ સાફ આવી જાય છે તો તમે આખો દિવસ પેટ હળવું હોવાનું અનુભવ કરો છો. પણ જો સવારે પેટ સાફ ન આવે તો અનેક સમસ્યાઓ થઇ શકે છે. તેમજ તમારે મળ ત્યાગ માટે બળ પણ કરવું પડે છે. આથી ઘણી વખત તમારી તકલીફ વધી પણ શકે છે. પણ તમે કેટલાક ઉપાયો અજમાવીને સવારે પેટ સાફ લાવી શકો છો.
આ પણ વાંચો
- આ ચમત્કારિક જ્યુસ પીવાથી શરીરમાં આવી જશે ગજબની તાકાત અને એનર્જી, સોજા, દુખાવા દુર કરી બીપીની સમસ્યા કરશે કંટ્રોલ… જાણો બનાવવાની રીત…
- સાંધા અને ઘૂંટણના દુખાવા માટે આ ખાસ વસ્તુ ઓપરેશનના લાખો રૂપિયા બચાવી શકે છે, આર્થરાઈટિસ જડમૂળથી દૂર થશે…
- પુરૂષ શક્તિ વધારવા માટે નુસખા, પત્ની ગુસ્સે નહીં થાય, ફક્ત આ ઘરેલું ઉપાય અપનાવો…
- નપુંસકતા, નપુંસકતા, શુક્રાણુની ઉણપ જેવા તમામ છુપાયેલા રોગો માટે મોંઘી દવાઓ અને ખર્ચ વિના 100% અસરકારક ઈલાજ છે.
- ભૂલથી પણ ના કરશો આ કામ ,આ 8 પ્રકારના લોકો માટે ખજુરનું સેવન સાબિત થઈ શકે હાનિકારક, આટલી બીમારીઓમાં કરે છે વધારો… જાણો કોણે ન ખાવો જોઈએ ખજુર…!
શું તમે ક્યારેય વિચાર્યું છે કે કબજિયાતની સમસ્યા ખુબ જ વિકરાળ હોઈ શકે છે. સવારે પેટ સાફ ન આવે તો આખો દિવસ પરેશાની રહે છે. જો કે સવારે પેટ સાફ આવવું તે સારા સ્વાસ્થ્યની નિશાની છે. કબજિયાતની સમસ્યાથી લગભગ મોટાભાગના લોકો પરેશાન છે. અને તેને ઠીક કરવા માટે અનેક ઉપાયો અજમાવવામાં આવે છે. આપણા દેશમાં આયુર્વેદને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આજે અમે તમને આ લેખમાં પેટ સાફ માટેના કેટલાક આયુર્વેદિક ઉપાય જણાવીશું.
કબજિયાતની સાથે બીજી એક સમસ્યા પણ હોય છે. મળ ત્યાગ કરવી વખતે ખુબ જ બળ કરવું પડે છે ત્યારે એ પણ એક સમસ્યા બની જાય છે. આથી તમારે તેના ઉપાય માટે થોડા ઘરેલું ઉપચાર કરવા જોઈએ. ડોક્ટર અનુસાર કબજિયાત વાત દોષ વધવાને કારણે થાય છે અને તેના ઘણા કારણો હોઈ શકે છે.
કબજીયાતની સમસ્યા કેમ થાય છે?:- આપણે કબજિયાતના ઈલાજની વાત કરીએ તે પહેલા એ જાણવું જરૂરી છે કે કબજિયાત અને મળ ત્યાગમાં કેમ બળ કરવું પડે છે તેના કારણો વિશે જાણી લઈએ. અયોગ્ય ખાનપાન, આપણે વધુ પ્રમાણમાં સુકું, ઠંડુ, વાસી, તીખું, અને તળેલું ખાઈએ છીએ. જો આપણે શરીરની જરૂરત મુજબ પાણી નથી પીતા. આપણા ફૂડમાં ફાઈબરની કમી છે. આપણું મેટાબોલીજ્મ યોગ્ય નથી. તમારો સુવાનો અને ઉઠવાનો સમય બદલાય ગયો છે. તમારી લાઈફ સ્ટાઈલ ખુબ જ સુસ્ત રહે છે. આ સિવાય ઘણા હેલ્થ ઈશ્યુ ના કારણે અથવા તમારી જીવનશૈલીમાં ખુબ જ મોટા બદલાવને કારણે આમ થઇ શકે છે.
કબજિયાત અને હાઈ સ્ટુલ્સની સમસ્યાને રોકવા માટે લોકો ઘણી વખત લેક્સેટીવ્સ વગેરેનો ઉપયોગ કરે છે. પણ તે ખુબ જ ખરાબ સાબિત થઇ શકે છે. વાસ્તવમાં તે તમારા આંતરડાને નુકશાન પહોચાડી શકે છે અને તે અનહેલ્દી પણ હોય છે. જો તેની આદત પડી જાય તો તમે નોર્મલ રીતે મળ ત્યાગ નથી કરી શકતા.
કબજિયાત અને મળ ત્યાગની સમસ્યા કેવી રીતે દુર કરવી?:- તમારી આવી કોઈ સમસ્યા છે તો તેનાથી બચવા માટે તમે ઘણા દેશી ઉપાયોનો ઉપયોગ કરી શકો છો. જેની માટે તમે રસોડામાં રાખેલ વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો.
1) ગયાના દૂધનું ઘી:- ગાયનું ઘી સાચે જ તમાર મેટાબોલીજ્મ ને વધારવામાં મદદ કરી શકે છે. અને આ એક પ્રકારે કુદરતી લેક્સેટીવ છે. તમારે સમજવું જોઈએ કે આ એક કુદરતી હેલ્દી ફેટ છે. અને તે શરીરમાં સારી રીતે પચી પણ જાય છે. આથી વજન વધવાની ચિંતા કરતા લોકો પણ તેને અપનાવી શકે છે. તેમજ તેમાં રહેલ વિટામિન્સમાં વિટામીન એ, ડી, ઈ અને કે પણ રહેલ છે.
શું કરવું?:- સુતા પહેલા 1 ચમચી અથવા સવારે ખાલી પેટ એક ચમચી ગાયનું ઘી ખાવો.
શું ન કરવું?:- ગાયનું શુદ્ધ ઘી સારું છે. પણ ભેસના દુધના ઘી થી વજન વધી શકે છે. તે બધાને અનુકુળ નથી આવતું. આથી તેનું સેવન ન કરવું. ભેસના દૂધનું ઘી એ લોકો માટે સારું છે જેઓ વજન વધારવા માંગે છે.
2) ગાયનું દૂધ:- તેના વિશે તમને ઘણી શોધ મળી જશે. તે બધી જ શોધમાં એ જાણવા મળ્યું છે કે ગાયનું દૂધ કુદરતી લેક્સેટીવ છે. દૂધને લઈને તેનું સારું તેમજ ખરાબ હોવું બંને વિશે શોધખોળો થઇ છે. ઘણા લોકોને દૂધ અનુકુળ નથી આવતું. પણ લેક્સેટીવ ની વાત કરીએ તો આ બાળકો અને વડીલો માટે ખુબ જ સારું સાબિત થયું છે. તે ગર્ભવતી મહિલા માટે પણ સારું છે.
શું કરવું?:- રાત્રે સુતા પહેલા નવશેકું દૂધ પીવો. તે પિત્તની સમસ્યાથી પરેશાન લોકો માટે ખુબ જ સારું છે. તે ક્રોનિક દસ્ત ને પણ ઓછુ કરી શકે છે. તમે એક ચમચી ઘીની સાથે પણ તેનું સેવન કરી શકો છો.
શું ન કરવું?:- એ વાત પણ કહેવામાં આવે છે કે ભેસનું દૂધ ન પીવો. એટલું જ નહિ જો તમે ફૂલ ક્રીમ દૂધ પીવો છો તો તે પણ નુકશાનકારક સાબિત થઇ શકે છે.
3) કિશમિશ મદદ કરે છે:- કાળી કિશમિશ કબ્જીયતા ને કડક મળની સમસ્યા ને ઘણી હદ સુધી દુર કરી શકે છે. કારણ કે તેમાં ઘણા પ્રમાણમાં ફાઈબર હોય છે. તે કડક અને ઢીલા મળ માટે ઘણી સારી માનવામાં આવે છે.
શું કરવું?:- રાત્રે થોડી કિશમિશ પલાળી દો. સવારે ખાલી પેટ તેનું સેવન કરો.
શું ન કરવું?:- સુખી કિશમિશ બિલકુલ ન લેવી. સુકું ભોજન વાત દોષને વધારે છે. તેવામાં ગેસની સમસ્યા વધી શકે છે. તેને પચવામાં પરેશાની થાય છે.
4) આંબળાનો રસ:- આંબળા વિટામીન સી થી ભરપુર હોય છે. અને તે હકીકતે ખુબ જ સારું લેક્સેટીવ છે, જેને તમે ઘણા પ્રકારની સ્વાસથ્ય સમસ્યાઓ માટે લઇ શકો છો. આંબળા તમારી કબજિયાતની સમસ્યા માટે સારા છે.
શું કરવું?:- આંબળા ને તમે શોટ ની જેમ લઇ શકો છો. અથવા તેને ફળ અથવા પાવડર રૂપમાં પણ સવારે ખાલી પેટ લઇ શકો છો.
શું ન કરવું?:- જરૂરત કરતા વધુ ન ખાવા. જો તમે આવું કરશો તો પેટમાં પરેશાનીનો અનુભવ થશે. તે એક સીમિત માત્રામાં સારા છે.
5) મેથીના બીજ:- મેથીના બીજ પણ તમારા પેટને લગતી ઘણી સમસ્યાઓને હલ કરવા માટે સારા સાબિત થઇ શકે છે. મેથીના બીજ હકીકતે ખુબ જ લાભકારી હોય છે. જે સ્કીન અને વાળ માટે પણ સારા સાબિત થઇ શકે છે.
શું કરવું?:- એક નાની ચમચી મેથીના બીજ પલાળી દો. અને તેને સવારે ખાલી પેટ પાણીની સાથે લો. તમે તેને સવારે પલાળીને રાખી દો અને પછી રાત્રે સુતા પહેલા નવશેકા ગરમ પાણી સાથે લઇ શકો છો.
શું ન કરવું?:- તેને તમે સુકા ન ખાવ. પલાળેલા મેથીના બીજ વધુ અસર કરે છે. ઘણા લોકો મેથીના બીજને સુકા જ ખાય છે જે સારા નથી. મેથીના બીજને એ લોકોએ ન લેવા જોઈએ જેમને પિત્ત દોષ વધુ હોય.
આમ તમને વાત, પિત્ત અને કફ માંથી કયો દોષ છે તે અનુસાર આ ઉપાયને પોતાની ડાયટમાં સામેલ કરવી. જો તમારી સમસ્યા વધુ છે તો તરત જ ડોકટરનો સંપર્ક કરવો. ડોક્ટરની સલાહ અનુસાર જ ખાનપાનમાં બદલાવ કરવો.