આ એક ઔષધી તાવ, થાક, અનિંદ્રા અને ચામડીના રોગોને દુર કરી, દિમાગને બનાવી દેશે કોમ્પ્યુટર જેવું… જાણો ઉપયોગની રીત અને તેના ફાયદા…

વાત જયારે આયુર્વેદની આવે ત્યારે આપણા મગજમાં અલગ અલગ પ્રકારની જડીબુટ્ટી આવી જાય છે. આયુર્વેદની વાત આવે ત્યારે ઘણી બધી એવી પ્રાકૃતિક વસ્તુઓ છે, જે આપણને વારસામાં જ મળી છે અને પ્રકૃતિના ખોળામાં જ જોવા મળે છે. જે આપણી માટે જીવન આપનાર હોય શકે છે. આજે અમે આયુર્વેદના એવા જ આશીર્વાદ વિશે વાત કરીશું જેનું નામ છે સર્પગંધા.

આ પણ વાંચો

સર્પગંધા એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે, એક પ્રકારના ફૂલના છોડની મૂળ જેવી દેખાય છે. તમે એવું વિચારી રહ્યા હશો કે, સર્પગંધાનું નામ આવું કેમ છે ? તો તમને જણાવી દઈએ કે તેની બનાવટ કોઈ સાપના આકારની જેમ દેખાતી હશે, અને તે ઔષધીય ગુણો માટે જાણીતું છે. શું છે તેનો ઉપયોગ અને શું છે તેનો લાભ ? તથા તેનો ઉપયોગ કરવાથી ક્યાં ક્યાં પ્રભાવ અને દુષપ્રભાવ પડે છે અને કંઈ સાવધાની રાખવી જોઈએ તે જાણીએ.

ગુણોનો ભંડાર સર્પગંધા : સર્પગંધાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ઘણા બધા ફાયદા થાય છે અને તે ફાયદાની વાત કરીએ તો તેનાથી તમારું બ્લડ પ્રેશર નોર્મલ રહે છે. તે સિવાય હૃદયથી જોડાયેલી બીમારી પણ દૂર થાય છે. જો પેટથી જોડાયેલી કોઈ સમસ્યા છે તો તેમાંથી પણ તમને રાહત મળી શકે છે. ઘણા બધા લોકો છે જેમને ઊંઘ પૂરી થતી નથી તો તમારી આ સમસ્યાનો ઈલાજ પણ સર્પગંધા પાસે છે.

શું છે યોગ્ય ઉપયોગ : પુરાતન કાળથી જ સર્પગંધાને તબીબી રીતે ખુબ જ ફાયદાકારક માનવામાં આવ્યું છે. અને આ છોડના જડ અને તેનો જ્યુસ ખુબ જ ફાયદાઓથી ભરપુર હોય છે. ઘણા બધા પ્રકારની દવા બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ છોડના મૂળનો ઉપયોગ ડિલિવરી સમયે બાળકને આસાનીથી બહાર કાઢવા માટે પણ કરી શકાય છે તથા જ તેની સાથે ડાયજેશનથી જોડાયેલી કોઈ પણ પ્રકારની સમસ્યાનો ઈલાજ પણ આ છોડથી સંભવ થઈ શકે છે.

સર્પગંધાના પાનનો ઉપયોગ : આ છોડનું મૂળ જેટલું ઉપયોગી છે તેટલા જ ઉપયોગી તેના પાન પણ છે. આમ તેના પાનનો ઉપયોગ હર્બલ પેસ્ટના સ્વરૂપે કરવામાં આવે છે. જો સાપે ડંખ માર્યો હોય અથવા તો કોઈ જૂનો ઝખમ હોય તેને પણ આ છોડના પાનથી ઠીક કરી શકાય છે અને જો તમે આંખોથી જોડાયેલી સમસ્યા છે, તેમાં પણ તેનો ઈલાજ મળી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન જો મહિલા તેના પાનનું સેવન કરે છે તો તેનાથી જન્મ લેનાર બાળકનું દિમાગ ખુબ જ તેજ થાય છે.

સર્પગંધાના ફાયદા : સર્પગંધાથી દિમાગ તેજ થાય છે, તણાવ રોકવા માટે મદદ મળે છે, ઊંઘથી જોડાયેલી સમસ્યા દૂર થાય છે, થાકને દૂર કરવામાં મદદ મળે છે, તાવને જડમૂડથી ઉખાડી ફેંકે છે, ત્વચા માટે પણ સર્પગંધા ખુબ જ ફાયદાકારક છે, પેટથી જોડાયેલી દરેક પ્રકારની સમસ્યા દૂર થાય છે, ડાયજેશનને સુધારવા માટે મદદ મળે છે.

સર્પગંધાના દુષ્પ્રભાવ : સર્પગંધાના જેટલા ફાયદા છે તેટલા જ તેના દુષ્પ્રભાવ પણ છે. જેને જાણ્યા બાદ તમારે સાવધાન રહેવાની જરૂર પડશે. તો ચાલો જાણીએ સર્પગંધાથી જોડાયેલા દુષ્પ્રભાવ. તેનું વધુ સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે, પેટમાં દુખાવો ઊલટી થવી માથાનો દુખાવો જેવી સમસ્યા પણ થઈ શકે છે, શ્વાસ લેવામાં તકલીફ છાતીમાં દુખાવા જેવી સમસ્યાઓ ઊભી થાય છે, જો તમને પથરીની સમસ્યા છે તો તેનું સેવન કરવાથી દૂર રહો. બાળકને સ્તનપાન કરાવતી માતા હોય તેમને સર્પગંધાનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં.

સર્પગંધા આયુર્વેદિક ગુણો ઉપહાર છે. અહીં તમારે અમુક સાવધાની રાખવાની જરૂર છે. જો તમે કોઈ દવાનો ઉપયોગ કરી રહ્યા છો તો તેની વચ્ચે સર્પગંધાનો ઉપયોગ બિલ્કુલ ન કરો, અને જો તો પણ તમે તેનું સેવન કરવા માંગો છો તો એક્સપર્ટની સલાહ જરૂર લો.

Leave a Comment