મિત્રો તમે કદાચ વરીયાળીનો ઉપયોગ મોટેભાગે મુખવાસમાં કરતા હશો. કારણ કે વરીયાળીને આમ તો માઉથ ફ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય વરીયાળી એ તમને ઉનાળા દિવસોમાં એનર્જી આપવાનું કામ કરે છે. તેમજ વરીયાળી વિટામીન સી નો પણ સારો એવો સ્ત્રોત છે.
આ પણ વાંચો
- આ એક ઔષધી તાવ, થાક, અનિંદ્રા અને ચામડીના રોગોને દુર કરી, દિમાગને બનાવી દેશે કોમ્પ્યુટર જેવું… જાણો ઉપયોગની રીત અને તેના ફાયદા…
- માસિક દરમિયાન થતા દુખાવા અને મહિલાઓની અનેક પીડાને દુર કરશે આ દેશી ચા, જાણો તેની રેસીપી અને અનેક ફાયદા…
- બંધ નાક અને સાયનસની સમસ્યાથી મિનીટોમાં જ મેળવો રાહત, દબાવો આ 4 પોઈન્ટ્સ, શરદી, નાકમાંથી નીકળતું પાણી પણ થઈ જશે બંધ….
- સોનું ચાંદી કરતાં પણ મોંઘુ છે, આ ફળના ફાયદા, માત્ર તેને ખાવાથી તમને એસિડિટી, કબજિયાત, ડાયાબિટીસ જેવી જટિલ બીમારીઓમાંથી મળશે કાયમી રાહત…
- આ છે કેન્સર, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારીનો 100% ઈલાજ, ચામડીના રોગો અને કિડનીનીના રોગોથી મળશે છુટકારો… જાણો સેવનની રીત…
વરીયાળીમાં ઘણા પોષક તત્વો રહેલા છે. તે માણસને હેલ્દી રાખવાનું કામ કરે છે. જો કે વરીયાળીની તાસીર ઠંડી હોવાથી તેનો વધુ ઉપયોગ ઉનાળામાં થાય છે. આ સિવાય તેમાં વિટામીન સી હોય છે તેમજ જરૂરી મિનરલ્સ, જેવા કે કેલ્શિયમ, સોડીયમ, આયરન અને પોટેશિયમ પણ રહેલ છે. જે તમારી હેલ્થને સારી રાખે છે.
આજના સમયમાં વજન ઓછો કરવો એટલું સહેલું નથી, ખરાબ લાઈફસ્ટાઈલ અને બેદરકારીને કારણે લોકોનો વજન વધતો જાય છે. બહારનું ખાવું અથવા તો સમય પર ભોજન ન કરવાથી પણ વેઇટ લોસમાં બાધા ઉભી કરી શકે છે. તેવામાં પોતાની સોશિયલ લાઈફને ઈફેક્ટ કર્યા વિના વજન કંટ્રોલ કરવો મુશ્કેલ છે. મોટેભાગે લોકો ભોજન કર્યા પછી વરીયાળી ખાય છે, જેથી મોઢાની દુર્ગંધ દુર થઈ જાય. વરીયાળી માત્ર માઉથ ફ્રેશનરનું કાર્ય નથી કરતી, પણ તેનાથી શરીરની ઘણી સમસ્યાઓનો ઈલાજ થઈ શકે છે.
જીમ ગયા વગર અને પૈસા ખર્ચ કર્યા વિના વજન ઓછો કરો : મહિલાઓ અકસર પોતાના વધતા વજનને લઈને ચિંતા કરતી હોય છે, જો કે તેમાં ઘણી મહિલાઓ એવી હોય છે જે, કંઈ પણ કર્યા વિના વજન ઓછું કરવા માંગે છે. તે જીમ પણ નથી જતી અને ઘરે પણ કોઈ કસરત નથી કરતી. તેવામાં અમે મહિલાઓ માટે થોડી સરળ ટીપ્સ લઈને આવ્યા છીએ. જેને ફોલો કરીને તે વજન ઓછું કરી શકે છે. તમે તમારા રસોડામાં રહેલ એક મસાલાની મદદથી વજન ઓછો કરી શકો છો. ચાલો તો આ ઉપાય વિશે ઝડપથી જાણી લઈએ.
વધુ ખાવાથી રોકે : વરીયાળી એ એક આયુર્વેદિક ઔષધી છે. જે દરેકના ઘરમાં રહેલ હોય છે. વરીયાળીના બીજ ફાઈબર, એન્ટી ઓક્સીડેંટ અને મિનરલ્સ વગેરેનો સમૃદ્ધ સ્ત્રોત છે. તે બધા જ ફેટ બર્ન કરવા માટે મહત્વપૂર્ણ છે. તેમાં ફાઈબર રહેલ હોવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેમજ તે વધુ ખાવાથી પણ તમને રોકે છે. ક્રેવીંગથી રોકે છે. તેનાથી કેલેરી ઓછી થાય અને વજન ઓછું થાય છે. જો તમે નિયમિત રૂપે વરીયાળી કે, તેનું પાણી પીવો છો તો તમને વારંવાર ભૂખ નથી લાગતી. આમ તમારું વજન જલ્દી ઘટે છે.
મેટાબોલીક રેટ : વજન વધારાનું સૌથી મોટું કારણ છે મેટાબોલીક રેટનું ઓછું થવું. જ્યારે તમે વજન ઓછું કરવાની કોશિશ કરો છો તો તમારે મેટાબોલીક રેટ વધારવા પડે છે. વરિયાળીના સેવનથી મેટાબોલીક રેટ ઝડપથી વધે છે અને વજન ઓછું થાય છે.
શરીરમાં વસા : વરીયાળી શરીરમાં વસા જામવા નથી દેતી. જેનાથી વજન વધવાનું જોખમ નહિ રહે. આ સિવાય વરીયાળીની ચા પીવાથી શરીરના ટોક્સીન બહાર નીકળે છે. વરીયાળીના બીજ ખાવાથી શરીરના મેટાબોલીજ્મ મજબુત બને છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે. વરીયાળીના બીજ તમારા શરીરમાં મેટાબોલીજ્મને કિક-સ્ટાર્ટ કરવા માટે જવાબદાર હોય છે અને તમારું વજન ઓછું થાય છે.
વજન ઓછું કરવા માટે વરીયાળીનું સેવન કેવી રીતે કરવું ? : જો તમે વજન ઓછું કરવા માટે વરીયાળીનું સેવન કરવા માંગતા હો વરીયાળી ખાવાની રીત જરૂર જાણી લો. જો તમે ખોટી રીતે વરીયાળીનું સેવન કરતા હશો, તો કોઈ ફાયદો નહિ થાય. વજન ઓછું કરવા માટે વરીયાળીનું સેવન બે રીતે કરી શકાય છે.
રાત્રે વરીયાળીને પલાળી રાખો : રાત્રે 1 ચમચી વરીયાળીને એક લીટર પાણીમાં પલાળી દો. સવારે આ પાણીનું સેવન કરો. દરરોજ આમ કરવાથી થોડા સમયમાં તમારો વજન ઘટવા લાગશે.
વરીયાળીને પાણીમાં ઉકાળીને : જો તમે દરરોજ વરીયાળીને પલાળી શકતા નથી તો તમે 2 ચમચી વરીયાળીને 1 લીટર પાણીમાં નાખીને ઉકાળો. જ્યારે વરીયાળીનો અર્ક પાણીમાં ઉતરી જાય ત્યારે તેને ઠંડુ કરવા ફ્રીજમાં મૂકી દો. તમારે સવારે ઉઠીને અથવા રાત્રે સુતા પહેલા તેનું સેવન કરી શકો છો.
એક દિવસમાં કેટલું પાણી પિય શકાય છે ? : જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગતા હો, તો તમે દરરોજ સવારે બે ગ્લાસ વરીયાળીનું પાણી પિય શકો છો. પણ જો તમે સ્વાદને કારણે વધુ પિય શકતા નથી તો એક કપથી શરૂઆત કરી શકો છો. આ સિવાય વરિયાળીના બનેલ પ્રવાહી પદાર્થ પણ વજન ઓછો કરવામાં મદદ કરે છે.
ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવે છે : વરીયાળી દરેકના ઘરમાં હોય જ. તેનો ઉપયોગ મુખ્ય રૂપે મસાલા રૂપે કરવામાં આવે છે. રેસ્ટોરંટ અને હોટેલમાં ભોજન કર્યા પછી વરીયાળી આપવામાં આવે છે. જેથી ભોજન ઝડપથી પચી જાય. આમ વરીયાળી ભોજનના પાચન માટે ખુબ જ અસરકારક છે.