ઈંડા અને ચીકન કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ 10 વસ્તુનું સેવન, આજીવન નહિ થાય પ્રોટીન, લોહીની કમી અને ડાયાબિટીસ….

શરીરના સારા કામકાજ માટે પ્રોટીન ખુબ જ જરૂરી છે. શરીરના અંગ, માંસપેશીઓ, ત્વચા અને હાર્મોનનું નિર્માણ કરે છે. અભ્યાસ જણાવે છે કે, તે વિવિધ રીતે સ્વાસ્થ્યને સુધારે છે. જેમ કે, શરીરની માંસપેશીઓને મજબૂત બનાવીને તાકાત આપે છે અને પેટની ચરબીને ઓછી કરે છે. એટલું જ નહીં, પરંતુ પ્રોટીન વાળી વસ્તુઓનું સેવન કરવાથી રકતચાપ ઓછું થાય છે અને ડાયાબિટીસથી પણ બચી શકાય છે.

આ પણ વાંચો

નિષ્ણાંતો અનુસાર પુરુષોને દરરોજ 56 ગ્રામ પ્રોટીન લેવું જોઇએ અને સ્ત્રીઓને 46 ગ્રામ પ્રોટીનનું સેવન કરવું જોઇએ. જોકે, ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાંત અને ફિટનેસ એક્સપર્ટનું કહેવું છે કે, શરીરથી સારું કાર્ય કરવા માટે આનાથી પણ વધારે પ્રોટીનની જરૂર પડે છે.

લગભગ દરેક લોકો જાણતા હશે કે, ઈંડા અને ચિકનમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. પરંતુ જે લોકો શાકાહારી છે, તે લોકોને ચિંતા રહે છે કે દરરોજ વધારે પ્રોટીન કઈ રીતે મળે. જો તમે પણ તે લોકોમાંથી છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમે તમને એવી શાકાહારી વસ્તુઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેમાં આ વસ્તુઓની સરખામણીમાં વધારે પ્રોટીન મળે છે.

1) ઓટ્સ : ઓટ્સનું સેવન લગભગ પાછલા થોડા વર્ષથી વધારે થઈ રહ્યું છે અને તેનું કારણ એ છે કે તેમાં વધારે પ્રોટીન હોય છે. આ માત્ર પ્રોટીન જ નહીં, પરંતુ હેલ્દી ફાઈબર, મેગ્નેશિયન, મેગેનીજ, થીયમિન(વિટામિન-બી1) અને અન્ય ઘણા પોષકતત્વોનો ભંડાર છે. અડધો કપ જવમાં 13 ગ્રામ પ્રોટીન હોય છે, જેમાં 303 કેલેરી હોય છે.

2) કોટેજ ચીજ : કોટેજ પનીર એક પ્રકારનું પનીર છે, જેમાં ખુબ જ ઓછી માત્રામાં ફેટ અને કેલેરી હોય છે. આ સિવાય આમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ, વિટામિન-બી12, રાઈબોફ્લેવિન(વિટામિન-બી12) અને બીજા વિભિન્ન પોષકતત્વોથી પણ ભરપૂર છે. એક કપ(226 ગ્રામ) પનીરમાં 194 કેલેરીની સાથે 27 ગ્રામ પ્રોટીન હોય છે.

3) ગ્રીક યોગર્ટ : ગ્રીક યોગર્ટને સ્ટ્રેનડ યોગર્ટ પણ કહેવામાં આવે છે, આ દહીનો પ્રકાર છે. તે સ્વાદિષ્ટ હોય છે અને આમાં ઘણા પોષકતત્વો પણ હોય છે. નોન-ફેટ યોગર્ટમાં 48% પ્રોટીન હોય છે. એક 6-ઔસ (170 ગ્રામ) કન્ટેનરમાં 17 ગ્રામ પ્રોટીન હોય છે, જેમાં માત્ર 100 કેલેરી હોય છે.

4) બ્રોકોલી : બ્રોકોલી એક સ્વસ્થ શાકભાજી છે, જે વિટામિન-સી, વિટામિન-કે, ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર હોય છે. બ્રોકોલી વિવિધ બાયોએક્ટિવ પોષકતત્વોનો ભંડાર છે, જે કૈંસરથી બચાવે છે. આમાં અન્ય શાકભાજીની તુલનામાં પ્રોટીન વધારે હોય છે. 1 કપ (96 ગ્રામ) કાપેલી બ્રોકોલીમાં 3 ગ્રામ પ્રોટીન હોય છે, જેમાં માત્ર 31 કેલેરી હોય છે.

5) ક્વિનોઆ : ક્વિનોઆના બીજ વર્તમાન સમયમાં ખુબજ લોકપ્રિય ફૂડ્સ છે. આમાં ઘણા વિટામિન, ખનીજ અને ફાઈબરનો મુખ્ય સ્ત્રોત છે અને એન્ટીઓક્સિડેન્ટનો ભંડાર છે. એક કપ બાફેલા ક્વિનોઆમાં એટલે કે, 185 ગ્રામમાં 22 ગ્રામ કેલેરીની સાથે 8 ગ્રામ પ્રોટીન હોય છે.

6) સીંગદાણા : સીંગદાણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. 100 ગ્રામ સીંગદાણામાં 24 ગ્રામપ્રોટીન હોય છે, જ્યારે 100 ગ્રામ ચિકનમાં માત્ર 15 થી 16 ગ્રામ પ્રોટીન હોય છે.

7) પનીર : પનીરનું સેવન કરવાથી પણ શરીરમાં પ્રોટીન મળે છે. 100 ગ્રામ પનીરમાં 35 થી 40 ગ્રામ પ્રોટીન હોય છે. જે ચિકનથી વધુ લાભકારી છે.

8) બદામ : સવારે ખાલી પેટે દૂધની સાથે બદામનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે અને ઘણા પોષકતત્વો પણ મળે છે. જે શરીરને તાકાત આપે છે.

9) પલાળેલા ચણા : 100 ગ્રામ પલાળેલા ચણાનું સેવન કરવાથી શરીરમાં 50 ગ્રામ જેટલું પ્રોટીન મળે છે, જે ચિકનથી બે ગણું થાય છે. તેથી જ સવારે ખાલી પેટે પલાળેલા ચણાનું સેવન કરવું જોઇએ.

10) રાજમા : રાજમામાં પણ ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. રાજમાનું શાક અથવા રાજમાનું સૂપ પીવાથી શરીરમાં પ્રોટીન મળે છે, જે ચિકનથી બેગણું છે.

Leave a Comment