શિયાળમાં કમર, ગોઠણ અને કરોડરજ્જુના દુખાવા ગાયબ કરતાં લાડુ, જાણી લ્યો આ સ્પેશિયલ લાડુ બનાવવાની રીત

શિયાળા ની ઋતુ નજીક આવે છે, અને શિયાળાની ઠંડીથી બચવા માટે લોકો ગુંદરની વાનગીનું સેવન કરે છે. ગુંદરને શેકીને કે પછી તળીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દુર થાય છે. તેમાં ભરપૂર માત્રમાં પ્રોટીન, ફાયબર, વિટામીન અને એન્ટીઓક્સીડેંટ રહેલો હોય છે.
ગુંદર કેન્સર થી લઈને હ્રદય સુધીની બીમારીઓ ને દુર કરે છે. તેનાથી ખાંસી, જુકામ, ફ્લુ અને ઇન્ફેકશન જેવી તકલીફો દૂર થાઈ છે. આ ગુંદર બાવળના ઝાડની ડાળીઓમાંથી નિકળે છે.

આ પણ વાંચો

જે સૂકાઇને ભૂરો અને કડક થઇ જાય છે. જેને ગુંદર કહેવામાં આવે છે. આ ગુંદરનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે લાડુ બનાવવા માટે પણ કરવામાં આવે છે. ગુંદર પૌષ્ટિક આહારથી ભરપૂર હોવાને કારણે ઔષધિય ગુણોની ભરમાર છે. ગુંદરના લાડુ, પાંજેરી અથવા ચીકીનો સેવન કરવાથી શરીરમાં લોહીનો અભાવ જોવા મળે છે. આ સિવાય તેના લાડુઓનું સેવન શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખે છે.

આ ઋતુ માં મોટે ભાગે ઉધરસ અને શરદી ની સમસ્યા થતી હોય છે. તો ગુંદર ને ગરમ પાણી સાથે ખાવાથી શરદી, ખાંસી, જુકામ અને તાવ ની તકલીફ દુર થાય છે. તે એક પાણીમાં દ્રાવ્ય કુદરતી ગુંદર છે તેમજ આ ગુંદર લોહી, કફ,ઉધરસ, શુષ્કતામાં ફાયદાકારક છે. તેમજ તેમા પોષક તત્વો તરિકે ફોલિક એસિડ અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. અને તેનો ઉપયોગ કબજિયાત, ત્વચાની સમસ્યાઓમાં અસરકારક છે તેમજ બાવળના ગુંદર ને મોંમાં રાખવાથી ઉધરસની સમસ્યા દૂર થાય છે.

હ્રદયને લગતા બધા રોગ ને અને હાર્ટ એટેક નો ભય ઓછો કરવા માટે શેકેલો ગુંદર ખુબજ ફાયદાકારક છે. તે ઉપરાંત તેના સેવન થી માંસપેશીઓ પણ મજબુત બને છે. ગુંદર ખાવાથી કે તેમાંથી બનેલી ચીજોનું સેવન કરવાથી હૃદયરોગનો ખતરો ઘટી જાય છે. ગુંદર ખાવાથી લોકોને કમરના દુખાવામાં રાહત મળે છે. અને તેના માટે તમારે ફક્ત બાવળની છાલ અને ગુંદરને સાથે પીસવા નું અને દિવસમાં ત્રણ વખત પાણી સાથે તેનું સેવન કરવાથી જલ્દી જ તમને ફાયદો થશે.

તેમજ બાવળની છાલ, તેનુ ફળ અને ગુંદર ને બરાબર માત્રામાં મેળવી પીસી લો અને ત્યારબાદ દિવસમાં ત્રણ વખત એક ચમચી જેટલી માત્રાનું સેવન કરવામાં આવે તો ગમે તેવા કમરના દુખાવા માંથી છુટકારો મળે છે. જો તમને તાપને કારણે ચક્કર આવે છે. અથવા ઉલ્ટી અથવા આધાશીશી લાગે છે, તો પછી તમે આ ગુંદર ખાઓ જેનાથી તમને આનો જલ્દી લાભ થશે અને આ માટે, અડધો ગ્લાસ દૂધમાં ગુંદર ઉમેરો અને ખાંડ ઉમેરીને તેનું સેવન કરો તેમજ ત્રણ ગ્રામ થી માડી છ ગ્રામ જેટલા બાવળ ના ગુંદર અને દિવસમાં સવાર-સાંજ પાણીની સાથે પીવામાં આવે તો ઝાડા ઉલ્ટીમાં રાહત મળે છે.

ગુંદરના લડ્ડુ સ્તનપાન કરાવતી મહિલાઓને પરંપરાગત રીતે ખવડાવામાં આવે છે. તેનાથી દૂધના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે. અને ગુંદરમાં રહેલા બીજા તત્વોને કારણે શરીરને પૌષ્ટિક ઘટકો મળે છે. ડાયાબિટીસ દરમિયાન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. અને જો આ સ્થિતિનો ઉપચાર ન કરવામાં આવે અથવા અવગણવામાં આવે તો, ડાયાબિટીઝની સ્થિતિ અનિયંત્રિત અને જીવલેણ સ્વરૂપ લઈ શકે છે.

તેમજ ડાયાબિટીઝના દર્દીઓમાં પણ હાર્ટ ડિસઓર્ડર અને સ્ટ્રોકનું જોખમ બેથી ચાર ગણા વધારે છે. અને તેના ઉપાય માટે તમે ત્રણ ગ્રામ બાવળના ગુંદ નું ચૂર્ણ પાણીની સાથે અથવા તો ગાયના દૂધની સાથે દિવસમાં ત્રણ વખત સેવન કરવામાં આવે તો ડાયાબિટીસની સમસ્યામાં લાભ મળે છે. મોટા ભાગની મહિલાને પીરીયડસ દરમિયાન દુઃખાવો, લ્યુકોરિયા, ડીલેવરી પછી નબળાઈ અને શારીરિક અનિયમિતતા જેવી સમસ્યા થતી હોય છે. તો તેઓએ ગુંદર અને સાકર સરખા ભાગે ભેળવીને કાચા દૂધ સાથે ખાવાથી ફાયદો થાય છે.

ગુંદરના લાડુ બનાવવાની રીત:
સૌ પ્રથમ એક કડાઈ માં અડધો કપ ઘી લઈ ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં થોડું થોડું કરી ને ગુંદર તળી લઈ કાઢી લ્યો ને ઠંડુ થવા દયો ને ઠંડા થયેલા ગુંદરને હાથ વડે દબાવી ભૂકો બનાવી લ્યો. ત્યાર બાદ એક જ કડાઈ માં એક ચમચી ઘી નાખીને ને કાજુ, બદામ ને કીસમીસ ને તળી ગુંદર ના વાસણ માં મૂકી દયો ત્યાર બાદ એજ કડાઈ માં ઘઉંનો કરકરો લોટ નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી ને કાઢી લ્યો ત્યાર બાદ તેમાં ખસ ખસ નાખી સેકી ને કાઢી લ્યો

હવે એજ કડાઈ માં પીસેલા ખજૂર નો ભૂકો એક ચમચી ઘી નાખી સેકી લઈ ને કાઢી લ્યો ને છેલ્લે કડાઈ માં ગોળ નાખી પાક તૈયાર કરી લ્યો ને તેને પહેલા શેકેલ બધી જ સામગ્રી સાથે મિક્સ કરો ને છેલ્લે તેમાં એલચી નો પાવડર ને જાયફળ પાવડર નાખી બરોબર મિક્સ કરો ને નાના નાના લાડુ તૈયાર કરી લ્યો તો તૈયાર છે ગુંદર ના લાડુ

Leave a Comment