ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં પીય લ્યો ઘરે જ બનાવેલું આ તુલસીનું ચૂર્ણ. અપચો, એસીડીટી, કફ, ઉધરસથી લઈ પેટની તમામ સમસ્યા કરી દેશે દુર…

તુલસીનો છોડ તો લગભગ દરેકના ઘર આંગણે હોય છે. આ ધાર્મિક મહત્વ રાખવાની સાથે ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. જો તમે દરરોજ તુલસીના 4-5 પાનનું સેવન કરો છો તેનાથી તમારી ઈમ્યુન સીસ્ટમ બુસ્ટ થવાની સાથે પાચનતંત્ર પણ મજબુત બને છે.

આ પણ વાંચો

આમ તુલસીના પાનની સાથે તેના બીજ પણ પોષક તત્વો, એન્ટી ઓક્સીડેન્ટ તેમજ ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી તાવ, અપચો, ડાયેરિયા વગેરેની સમસ્યામાં આરામ મળે છે. આથી જ આજે અમે તમને આ લેખમાં તુલસીના બીજનું ચૂર્ણ બનાવવાની રીત અને તેના સેવનથી થતા ફાયદાઓ વિશે જણાવીશું.

તુલસીનું ચૂર્ણ બનાવવાની રીત : સૌથી પહેલા તુલસીના બીજ લઈને તેને પીસી નાખો. હવે તેમાં જરૂર અનુસાર કાળું મીઠું, તજ અને વરીયાળીનો પાવડર મિક્સ કરી દો. તમે તેમાં કાળા મરીનો પાવડર પણ મિક્સ કરી શકો છો. આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લીધા પછી તેને એક એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી લો. તમે તેને આખા દિવસમાં 2 થી 3 વખત સેવન કરી શકો છો. તુલસીના ચૂર્ણમાં મિશ્રી મિક્સ કરીને ખાવાથી વધુ ફાયદો થાય છે.

આ રીતે આ ચૂર્ણનું સેવન કરો : તમે આ ચૂર્ણનું સેવન ભોજન કરી લીધા પછી કરી શકો છો. આ સિવાય સવારે ખાલી પેટે થોડા નવશેકા ગરમ પાણીમાં પણ તેનું સેવન કરી શકાય છે. તેનાથી પણ વધુ ફાયદો થાય છે. ચાલો જાણીએ તુલસીના ચૂર્ણના ફાયદાઓ વિશે.

અપચાની સમસ્યા દુર થાય છે : તમે ઘણી વખત અનુભવ્યું હશે કે વધુ તળેલું કે મસાલેદાર વસ્તુઓનું સેવન કરવાથી અપચો થઈ જાય છે. એવામાં તુલસીના બીજનું ચૂર્ણ ખુબ ફાયદાકારક સાબિત થાય છે. તેના સેવનથી પાચનશક્તિ મજબુત બને છે. તુલસીના ચૂર્ણને થોડા નવશેકા ગરમ પાણીની સાથે 3-4 વખત પીવાથી અપચો, એસીડીટી જેવી સમસ્યાઓમાં આરામ મળે શકે છે.

ઈમ્યુનીટી મજબુત બનાવે છે : ઋતુમાં ફેરફાર થવાથી પણ ઘણી વખત તમારી ઈમ્યુનીટી કમજોર થવા લાગે છે. એવામાં તમે સહેલાઈથી તાવ, શરદીના ઝપેટમાં આવી શકો છો. પણ તેનાથી બચવા માટે તમે દરરોજ તુલસીનું ચૂર્ણ ખાઈ શકો છો.

તાવ ઉતારવામાં ખુબ જ ફાયદાકારક છે : તુલસીના ચૂર્ણમાં લવિંગ, સિંધાલુણ મીઠું મિક્સ કરીને ચા અથવા તો થોડા નવશેકા ગરમ પાણી સાથે લેવાથી તાવ ઓછો થવામાં ખુબ જ મદદ મળે છે.

કફની સમસ્યામાં આરામ આપે છે : ઋતુ બદલવાથી તાવ, શરદી, કફ તેમજ ઉધરસ જેવી પરેશાની થઈ શકે છે. આ સમયે જો તમે તુલસીના ચૂર્ણને મધમાં મિક્સ કરીને ચાટો છો તો તેનાથી તમને ખુબ રાહત મળે છે.

ડાયેરિયામાં રાહત આપે છે : ખરાબ ખાનપાન અને ખુબ જ વધુ ઓઈલી વસ્તુ ખાવાથી ડાયેરિયાની તકલીફ થઈ શકે છે. જયારે આ સમસ્યા નાનાથી લઈને મોટા સુધી દરેકને થઈ શકે છે. આ સમયે તુલસીના ચુરને જીરામાં મિક્સ કરીને સેવન કરો. તેનાથી ડાયેરિયા, એસીડીટી, પેટનો દુખાવો સંબંધી સમસ્યાઓથી છુટકારો મળે છે.

મોઢાની દુર્ગંધ દુર કરે છે : જો તમારું પાચન તંત્ર કમજોર હોય અથવા તો ખરાબ હોય તો મોઢામાંથી દુર્ગંધ આવવાની પરેશાની થઈ શકે છે. એવામાં તેનાથી બચવા માટે તમે દરરોજ સવાર સાંજ નવશેકા ગરમ પાણીની સાથે તુલસીના ચૂર્ણનું સેવન કરો. તેમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેકટેરીયલ, એન્ટી વાયરલ ભરપુર માત્રામાં રહેલ હોય છે.

તે મોઢામાં રહેલ કીટાણું ખત્મ કરીને મોઢાની દુર્ગંધ દુર કરવામાં મદદ કરે છે. આમ તમે તુલસીના ચૂર્ણનું સેવન કરીને તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત કરવાની સાથે વાયરલ ઇન્ફેકશનથી પણ પોતાને બચાવી શકો છો.

Leave a Comment