આ દેશી પીણું ગણાય છે ધરતી પરનું અમૃત, ઉનાળામાં પીવું જોઈએ રોજ… એનર્જી અને ઇમ્યુનિટી વધારી અનેક રોગોને રાખશે દુર…

મિત્રો ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. આ ઋતુમાં અવારનવાર લોકોનું ગળું સુકાવા લાગે છે, તાપમાં નીકળવાથી લોકોને એનર્જી ઓછી થવા લાગે છે. આ કારણે આ ઋતુમાં લોકોને વધુમાં વધુ પાણી પીવાની અને હેલ્ધી ડ્રિંક લેવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો

ગરમીથી રાહત મેળવવા માટે આ ઋતુમાં શેરડીનો રસ એક ખૂબ જ સારો વિકલ્પ છે. એક તરફ આ રસ તમારી તરસ છીપાવે છે ત્યાં જ બીજી તરફ આ એનર્જી બુસ્ટરનું પણ કામ કરે છે. શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે.

ઉનાળાની ઋતુમાં તમને ઠેર ઠેર શેરડીના રસના સ્ટોલ જોવા મળશે. જો તમે પણ બહાર જાવ તો શેરડીના રસનો આનંદ જરૂર લો. તેના અનેક ફાયદા હોય છે. શેરડીના રસને કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસનો સારો સોર્સ માનવામાં આવે છે. તેથી શેરડીનો રસ ઉનાળાનું શ્રેષ્ઠ જ્યુસ પણ માનવામાં આવે છે. તો આજે આપણે શેરડીના રસ ના કેટલાક ફાયદા જાણીશું.

1) ઇમ્યુનિટી બુસ્ટ કરે:- એક રિપોર્ટ પ્રમાણે શેરડીના રસમાં એન્ટિઓક્સિડન્ટ અને ફોટોપ્રોટેક્ટિવ તત્વ ઉપલબ્ધ હોય છે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. તેનાથી લોકો ઉનાળામાં થતી વાયરલ ઇન્ફેક્શન જેવી બીમારીઓથી દૂર રહી શકે છે.

2) કમળો દૂર કરે:- શેરડી નો રસ કમળા જેવી બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેના માટે જરૂરી છે કે કેટલાક દિવસો સુધી સતત શેરડીના રસનું સેવન કરવું.

3) વજન ઘટાડે:- શેરડીનો રસ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તેમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે જે પેટને ખૂબ જ લાંબા સમય સુધી ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે. તેથી તમે બીજું કંઈ ખાવાનું ઇચ્છતા નથી.

4) એનર્જી પ્રદાન કરે:- એક રિપોર્ટ પ્રમાણે શેરડીનો રસ શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. શેરડીના રસનું સેવન કરવાથી શરીરને ભરપૂર પ્રમાણમાં એનર્જી મળે છે, જે અનેક કલાકો સુધી જળવાયેલી રહે છે, જેથી વ્યક્તિ જાતે જ તાજગી થી ભરપૂર હોવાનો અહેસાસ કરે છે.

5) ડાયાબિટીસમાં રાહત પ્રદાન કરે:- ડાયાબિટીસના અનેક દર્દીઓ સુગરનું પ્રમાણ વધુ હોવાના કારણે શેરડીનો રસ પીવાથી પરેજી કરે છે. પરંતુ શેરડીના રસમાં ઉપલબ્ધ આઈસોમાલ્ટોજ નામનો પદાર્થ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.

2 thoughts on “આ દેશી પીણું ગણાય છે ધરતી પરનું અમૃત, ઉનાળામાં પીવું જોઈએ રોજ… એનર્જી અને ઇમ્યુનિટી વધારી અનેક રોગોને રાખશે દુર…”

Leave a Comment