આ અમુલ્ય જડીબુટ્ટી દાંત, કાન, માથા અને સાંધાના દુઃખાવો દુર કરી મટાડી દેશે દમના રોગો. તાવ, ઉધરસ, ચામડીના રોગોને કરી દેશે ગાયબ….

અમે તમને જણાવી દઈએ કે પુષ્કરમૂલ ઘણી મહત્વપૂર્ણ જડીબુટ્ટીમાંથી એક છે. તેની અંદર એન્ટી હિસ્ટમાઈન, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ વગેરે ગુણ હોય છે, જે શરીરને લગતી ઘણી સમસ્યાને દૂર કરે છે. હિન્દીમાં પુષ્કરમૂળને પોહકરમૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં ઓરિસ રુટના નામથી ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો

અમે તમને જણાવી દઈએ કે, આજનો આ લેખ આ જડીબુટ્ટી પર જ છે. આજે અમે તમને આ આર્ટીકલના માધ્યમથી જણાવશું કે, પુષ્કરમૂળ જડીબુટ્ટી સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. સાથે તેનો ઉપયોગ કરવાની રીત વિશે પણ જણાવશું.

સંધિવા : સંધિવાની સમસ્યાને દૂર કરવા માટે પુષ્કરમૂળ તમને ખુબ જ કામ આવી શકે છે. આ માટે તમે પુષ્કરમૂળના બીજને પીસી લો અને તેનો લેપ તૈયાર કરી લો. હવે તે લેપને પ્રભાવિત સ્થાન પર લગાવી લો. આવું કરવાથી સંધિવાની સમસ્યા તો દૂર થશે, સાથે જ સાંધાના દુખાવામાં પણ રાહત મળશે.

ત્વચા સંબંધિત સમસ્યા : ત્વચા સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે પુષ્કરમૂળ ખુબ જ સારું સાબિત થાય છે. આમ કરવા માટે તમે પુષ્કરમૂળને પીસી લો અને પ્રભાવિત જ્ગ્યા પર લગાવી લો. આવું કરવાથી ઘા, સોજો, વગેરેમાં લાભ થાય છે. આ સિવાય જો પુષ્કરમૂલનો ઉકાળો બનાવીને તેના દ્વારા પ્રભાવિત ત્વચા પર, તેનાથી જો ધોવામાં આવે તો, પણ ત્વચા સંબંધિત સમસ્યા દૂર થાય છે.

તાવ : પુષ્કરમૂલ તાવની સમસ્યાને પણ દૂર કરે છે. આ માટે તમે પુષ્કરમૂળની સાથે તુલસીના પાંદડા અને નાની પીપળીને પીસી લો. સવાર-સાંજ મર્યાદિત માત્રામાં આ મિશ્રણનું સેવન કરો. જો કે આની માત્રા લેવા માટે તમારે ડોક્ટરની સલાહ લેવી પડશે. આવું કરવાથી તાવથી રાહત મળશે, આ સિવાય જો તાવના કારણે વ્યક્તિની રુચિ જમવામાં નથી લાગતી, તો આ મિશ્રણના સેવનથી તેને જમવામાં રુચિ થવા લાગશે.

કાનનો દુખાવો : કાનના દુખાવાથી મુક્તિ મેળવવા માટે પુષ્કરમૂળ ખુબ જ કામ આવે છે. આ માટે તમે પુષ્કરમૂળનો રસ તૈયાર કરો અને આ રસના 1 અથવા 2 ટીપાં કાનમાં નાખો. આવું કરવાથી કાનના દુખાવામાં તો રાહત મળશે, પરંતુ સાથે જ, કાનના દુખાવાના કારણે થતો માથાના દુખાવામાં પણ દૂર થશે.

ઉધરસ : જે લોકો ઉધરસ અને અસ્થામાંથી હેરાન છે, તેમને જણાવી દઈએ છે કે, પુષ્કરમૂળ તમારી સમસ્યાને દૂર કરવા માટે મદદરૂપ થઈ શકે છે. આ માટે તમારે પુષ્કરમૂળનું સેવન મધની સાથે કરવાનું છે. આવું કરવાથી શ્વસનતંત્રીકામાં આવેલ સોજો દૂર થાય છે અને સાથે જ, ઉધરસ, દમ, ટીબી વગેરે સમસ્યાથી પણ રાહત મળે છે.

દાંતના દુઃખાવા : દાંત સંબંધિત અનેક સમસ્યાને દૂર કરવા માટે પુષ્કરમૂળ ખુબ જ કામ આવી શકે છે. તેવામાં તમે પુષ્કરમૂળનું ચૂર્ણ તૈયાર કરી લો અને દાંતમાં મંજન કરો. આવું કરવાથી દાંતનો દુખાવો દૂર થાય છે અને મોંમાંથી આવતી દુર્ગંધ, મૌખિક સ્વાસ્થ્ય, પેઢાની નબળાઈ વગેરે સમસ્યાથી પણ મુક્તિ મેળવી શકાય છે.

આમ તમે પુષ્કરમૂળ નામની આ જડીબુટ્ટીનો ઉપયોગ અનેક બીમારી સામે રક્ષણ મેળવવા માટે કરી શકો છો. તેમજ પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે પણ પુષ્કરમૂળ ખુબ જ ઉપયોગી છે. આ સિવાય તેનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ.

Leave a Comment