મિત્રો તમે કદાચ ઉપવાસમાં અનેક વસ્તુઓમાં એક વસ્તુ સાબુદાણાનું સેવન કરતા હશો. સાબુદાણા ખાવામાં ખુબ જ ટેસ્ટી હોય છે. તેમજ તેનાથી બનેલ દરેક વાનગી પણ ખુબ જ હેલ્દી માનવામાં આવે છે. આથી જ સાબુદાણા જો તમે ઉપવાસમાં લો છો તેનાથી તમારું પેટ ભરેલું રહે છે. જો કે તમે સાબુદાણાની ખીચડી બનાવતા હશો. આ સિવાય પણ તમે સાબુદાણા માંથી બીજી વાનગી બનાવી શકો છો.
આ પણ વાંચો
- અજમાવો આ મફત ઉપાય, જીમ ગયા વગર અને કંઈ પણ મહેનત વગર જ સડસડાટ ઉતરી જશે વજન… જાણો ઉપયોગની રીત અને ફાયદા….
- આ એક ઔષધી તાવ, થાક, અનિંદ્રા અને ચામડીના રોગોને દુર કરી, દિમાગને બનાવી દેશે કોમ્પ્યુટર જેવું… જાણો ઉપયોગની રીત અને તેના ફાયદા…
- માસિક દરમિયાન થતા દુખાવા અને મહિલાઓની અનેક પીડાને દુર કરશે આ દેશી ચા, જાણો તેની રેસીપી અને અનેક ફાયદા…
- બંધ નાક અને સાયનસની સમસ્યાથી મિનીટોમાં જ મેળવો રાહત, દબાવો આ 4 પોઈન્ટ્સ, શરદી, નાકમાંથી નીકળતું પાણી પણ થઈ જશે બંધ….
- સોનું ચાંદી કરતાં પણ મોંઘુ છે, આ ફળના ફાયદા, માત્ર તેને ખાવાથી તમને એસિડિટી, કબજિયાત, ડાયાબિટીસ જેવી જટિલ બીમારીઓમાંથી મળશે કાયમી રાહત…
મોટા હોય કે નાના, દરેક માટે દરરોજ નાસ્તો કરવો એક બોરિંગ બાબત હોય છે. તેવામાં મોટાઓ તો ગમે તેમ માની જાય છે પરંતુ બાળકો અમુક વસ્તુઓ ખાવાની સખ્ત મનાઈ કરી દે છે. તેવામાં જરૂરી છે કે, તમે કોઈ એક વસ્તુનો નાસ્તો બનાવી રહ્યા છો તેની અલગ અલગ રેસિપી ટ્રાય કરી શકો છો. જેમ કે તમે નાસ્તા માટે ઓટ્સનો ઉપયોગ કરો છો, તો દરરોજ બાળકોને ઓટ્સની અલગ અલગ રેસિપી આપો. તેનાથી તમારા બાળકો બોર નહિ થાય અને નાસ્તાને ખુશીથી ખાશે.
પરંતુ આજે અમે તમને ઓટ્સની નહિ, પરંતુ સાબુદાણા રેસિપીની વિશે જણાવશું. જે બાળકો માટે હેલ્દી માની શકાય છે. ચાલો તો જાણી લઈએ સાબુદાણાની આ રેસિપી વિશે. તો ચાલો બાળકો માટે ફાયદાકારક એવી 5 સાબુદાણાની વાનગી અને તેની રેસિપી વિશે.
સાબુદાણાની ખીચડી : સાબુદાણાની ખીચડી સ્વાદમાં ખુબ જ ટેસ્ટી હોય છે. તેને અલગ અલગ રાજ્યમાં લોકો જુદીજુદી રીતે બનાવે છે. સાબુદાણાની ખીચડીમાં તમે ઘણા પ્રકારના શાક અને મસાલાઓ નાખી શકો છો. તેનાથી તેના સ્વાદમાં વધારો થાય છે અને બાળકો ખુબ જ હોંશે હોંશે ખાય છે. સાબુદાણા સ્ટાર્ચ અને સિમ્પલ શુગરથી ભરપુર હોય છે. જે શરીરમાં ચપપચાય થઈ જાય છે. જેનાથી ઉર્જા પુરતી મળે છે.
સાબુદાણાની ખીર : બાળકોને ગળી વસ્તુઓ ખાવી ખુબ ગમતી હોય છે. તેવામાં તમે તેને સાબુદાણાની ખીર આપી શકો છો. સાબુદાણાની ખીરની ખાસ વાત એ છે કે, તે સરળતાથી બની જાય છે અને ખાવામાં પણ ટેસ્ટી હોય છે. સાબુદાણાની ખીરમાં ફાઈબર અને પ્રોટીન હોય છે. આથી તે તમારા શરીરનો વજન પણ ઝડપથી વધારે છે. સાબુદાણામાં થોડી માત્રામાં પ્રોટીન હોય છે જે બાળકોના વિકાસમાં મદદ કરે છે. આ સિવાય સાબુદાણામાં કેલ્શિયમ હોય છે જે બાળકોના હાડકાઓ બનાવે છે અને શરીરને શક્તિ આપે છે.
સાબુદાણાના વડા : સાબુદાણાના વડા ખાવામાં ખુબ જ ટેસ્ટી હોય છે અને બાળકોને તેને ખુબ જ ખુશીથી ખાય છે. તેની ખાસ વાત એ છે કે, તેમાં ફાઈબરની સારી માત્રા હોય છે જે પેટ માટે ફાયદાકારક છે. આ સિવાય તમે વડામાં શાકભાજીઓનો પણ ઉપયોગ કરી શકો છો. જેમાં તમે ફલાવર, શિમલા, મરચા, ટમેટા, ગાજર અને વટાણા જેવી શાકભાજીઓનો ઉપયોગ કરી શકો છો. જે બાળકોના સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તમે તેને શાકભાજીઓ અલગથી આપશો, તો નહિ ખાય. પરંતુ સાબુદાણાના વડામાં નાખીને તેઓ જરૂરથી ખાશે.
સાબુદાણા સીક કબાબ : સાબુદાણા સીક કબાબ સ્વાદમાં ખુબ જ ટેસ્ટી હોય છે. આ રેસિપીમાં ક્રશ કરેલ બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. તેને બનાવવા માટે તમે સાબુદાણાની સાથે શેકેલા સિંગદાણા, દહીં, લાલ મરચું, કોથમીર, રાજગરાનો લોટ, મીઠું વગેરેનો ઉપયોગ કરી શકો છો. પછી આ કબાબને ગ્રીલ કરીને બાળકોને આપી શકો છો. સાબુદાણામાં થોડા પ્રમુખ એમિનો એસિડ હોય છે, જે બાળકોના વાળ અને સ્કીન માટે હેલ્દી છે.
સાબુદાણાની ટીક્કી : સાબુદાણાની ટીક્કી તમારા બાળકો માટે એક સારો સ્નેક્સ રૂપે ખાય શકે છે. બાળકો તે હોશે હોશે ખાય છે. તેને હેલ્દી બનાવવા માટે તમે અલગ અલગ શાકભાજીઓને સમારીને મિક્સ કરી શકો છો અને અલગ અલગ રેસિપી બનાવી શકો છો.
આ રીતે તમે સાબુદાણાની અલગ અલગ રેસિપી બનાવીને બાળકોને આપી શકો છો. જેનાથી બાળકોનું વજન વધે છે અને તેને અંદરથી હેલ્દી રાખે છે.