ઈંડા અને ચીકન કરતા 100 ગણું શક્તિશાળી છે આ અનાજ, આજથી જ કરો સેવન, આજીવન નહિ થાય પ્રોટીનની કમી અને ગંભીર બીમારીઓ….

મિત્રો આપણે જાણીએ છીએ તેમ પ્રોટીન આપણા શરીર માટે ખુબ જ મહત્વનું છે. અને પ્રોટીન મોટેભાગે માંસાહાર માંથી મળે છે. પણ જે લોકો શાકાહારી છે તેમને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અમુક વસ્તુઓમાંથી પણ પ્રોટીન મળી રહે છે. ચાલો તો આપણે આ લેખમાં તેના વિશે વિસ્તારથી વાત કરીશું.

આ પણ વાંચો

સારા સ્વાસ્થ્ય માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. પ્રોટીન શરીરના વિકાસ અને મજબૂતી માટે જરૂરી છે. પ્રોટીનની ઉણપથી તમે નબળા અને દુબળા થઈ શકો છો. તે મસલ્સ ગ્રોથ માટે જરૂરી છે અને તેને રીપેર કરે છે. નબળા હાડકામાં જાન લાવવા માટે પ્રોટીન જોઈએ. તે ત્વચા, વાળ, નખના સ્વાસ્થ્યને વધારો આપે છે. સાથે જ તે પાચનને તંદુરસ્ત રાખે છે. કુલ મળીને શરીરમાં પ્રોટીનની ઉણપ તમારા સ્વાસ્થ્યને ગંભીર રીતે અસર કરી શકે છે.

મોટા ભાગના લોકો વિચારે છે કે, પ્રોટીન માત્ર ચિકન, માંસ, માછલી અને ઈંડામાં જ જોવા મળે છે. પરંતુ એવું નથી. તમારા દ્વારા ખાવામાં આવતા ઘણા વેજીટેરિયન ફૂડ્સમાં પણ પ્રોટીન રહેલું હોય છે. જો વાત કરીએ દરરોજના પ્રોટીનની જરૂરિયાતની તો, એક પુરુષે દરરોજ લગભગ, 55 ગ્રામ અને મહિલાએ 45 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. જો તમે વેજીટેરિયન હોય તો, અમે તમને જણાવી રહ્યા છીએ, કે તમારા રસોડાના ડબ્બામાં રાખેલી દાળ અને બીન્સમાં પણ ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે.

પ્રોટીનની ઉણપ કઈ રીતે દૂર કરે છે મૈસૂરની દાળ:- મૈસૂરની દાળ વેજીટેરિયન લોકો માટે પ્રોટીનનો એક મોટો સ્ત્રોત છે. FDA મુજબ, એક કપ પાકેલી મૈસૂરની દાળમાં 17.9 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. દાળની એટલી જ માત્રામાં 15.6 ગ્રામ ફાઈબર હોય છે. તેમાં આયરન પણ વધારે હોય છે, જે શરીરને હિમોગ્લોબિન બનાવવામાં સહાયતા કરે છે. દાળ પણ બ્લડ શુગરને ઓછું કરવામાં મદદ કરી શકે છે.

પ્રોટીનનો ભંડાર છે છોલે:- છોલે ફાઈબર અને પ્રોટીનનો એક મોટો સ્ત્રોત છે. એક કપ પાકેલાં છોલેમાં 14.5 ગ્રામ પ્રોટીન જોવા મળે છે જ્યારે 12.5 ગ્રામ ફાઈબર જોવા મળે છે. છોલે ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં અને વજન ઘટાડનારા દર્દીઓ માટે સારું ફૂડ છે. હાઇ ફાઈબર હોવાને કારણે તે પાચનને સારું બનાવવામાં મદદરૂપ છે.

રાજમા પણ છે પ્રોટીનનો સારો સ્ત્રોત:- રાજમા સૌથી વધારે ખાવામાં આવતા બીન્સમાંથી એક છે અને તેને સામાન્ય રીતે ભાત સાથે ખાવામાં આવે છે. એક કપ પાકેલાં રાજમામાં 15.3 ગ્રામ પ્રોટીન હોય છે. તે ફાઈબરનો એક સારો સ્ત્રોત છે જેના કારણે લોહીમાં શુગરની સાથે અવશોષણને ધીમું કરવામાં મદદ મળે છે. આ જ કારણ છે કે ડાયાબીટીસના દર્દીઓ માટે તે એક સારો વિકલ્પ છે. રાજમા ખાવાથી હાઇ બ્લડ પ્રેશર જેવા હ્રદય રોગના જોખમને પણ ઓછું કરવામાં મદદ મળી શકે છે.

કાળા બીન્સ:- બ્લેક બીન્સ, ફાઈબર, પ્રોટીન અને ફોલેટનો એક સારો સ્ત્રોત છે. એક કપ પાકેલી બ્લેક બીન્સમાં 15.2 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. વિભિન્ન પોષકતત્વોથી ભરપૂર હોવાથી બ્લેક બીન્સ પાચનને સારું રાખવામાં અને ઇન્સુલિન સંવેદનશીલતામાં સુધારો કરવામાં પણ સહાયક છે. તેમાં ગ્લાઇસેમિક ઇંડેક્સ ઓછું હોય છે જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે એક સારું ફૂડ છે.

સોયાબીન છે પ્રોટીનનો સારો સ્ત્રોત:- સોયાબીન પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે. એક કપ સોયાબીનમાં 31.3 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. તે ફાઈબર, આયરન અને કેલ્શિયમ જેવા પોષકતત્વોનો પણ ભંડાર છે. દુબળા-પાતળા શરીરને મજબૂત અને તગડું કરવા માટે તમારે સોયાબીન ખાવા જોઈએ. આમ પ્રોટીનની કમી દુર કરવા માટે તમે આ વસ્તુઓનું સેવન કરી શકો છો.

Leave a Comment