જીવો ત્યાં સુધી નહિ થાય માંસપેશીઓના દુઃખાવા, રોગપ્રતિકારક શક્તિ, હાડકા અને યાદશક્તિ બની જશે મજબૂત, ક્યારેય દવાખાને નહિ જવું પડે…

ડ્રાયફ્રુટ્સ એટલે કે સુકો મેવોમાં ખુબ જ ઔષધીય ગુણો રહેલા છે. તેનું દરરોજ સેવન કરવાથી શરીરને લગતી અનેક સમસ્યાઓથી રાહત મળે છે. હાડકાઓ અને માંસપેશીઓ મજબુત થવાની સાથે એનર્જી પણ આવે છે. તેવામાં વાત જો ખજુરની આવે તો તેમાં વિટામીન, કેલ્શિયમ, ફાઈબર, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી વાયરલ ગુણ રહેલા છે.

આ પણ વાંચો

દરરોજ 2 ખજુર દુધમાં મિક્સ કરીને સેવન કરવાથી ખુબ જ લાભ મળે છે. તેના સેવનથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેવાની સાથે ઇમ્યુનિટી વધારવામાં પણ મદદ મળે છે. સાથે જ શરીર સંબંધિત ઘણી સમસ્યાઓનો ખતરો પણ ઓછો થઈ જાય છે. ચાલો તો આજે અમે તમને જણાવી દઈએ ખજુર વાળું દૂધ પીવાથી શરીરને ક્યાં ફાયદાઓ મળે છે. તો પહેલા જાણી લઈએ તેને બનાવવાની રીત…

સામગ્રી : ખજુર – 2, દૂધ – એક ગ્લાસ.

બનાવવાની રીત : સૌથી પહેલા ખજૂરને કાપીને તેમાંથી ઠળિયા કાઢી નાખો, હવે એક વાસણમાં દૂધ અને ખજુર નાખીને 1 થી 2 વખત ઉભરો આવવા દો, ઉભરો આવ્યા પછી તેને ઠંડુ થવા દો અને રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરો. તો હવે જાણીએ ખજૂરનું દૂધ પીવાના ફાયદા.

ડાયાબિટીસ : ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ વધવું. પણ તેને નિયંત્રિત રાખવા માટે ખજુર ખુબ જ ફાયદાકારક છે. અઠવાડિયામાં 2 થી 3 વખત તેને ખાવાથી ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું રહે છે.

બ્લડ પ્રેશર : તેમાં વિટામીન, મેગ્નેશિયમ અને પોટેશિયમ વધુ પ્રમાણમાં હોવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ રીતે જે લોકો દરરોજ સૂતા પહેલા દુધની સાથે બે ખજુરનું સેવન કરે છે. તેને બ્લડ પ્રેશર વધવાનું જોખમ ઓછું રહે છે. નિયમિત રૂપે ખજુર મિશ્રિત દૂધ પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

મગજ : તેનું સેવન કરવાથી મગજ સારી રીતે કામ કરે છે. એક્સપર્ટ અનુસાર દરરોજ દૂધ સાથે 2 ખજુર ખાવાથી મગજમાં થતો સોજો ઓછો કરવામાં મદદ મળે છે. સાથે જ મગજની નસ સારી રીતે કામ કરવાથી સ્મરણ શક્તિ તેજ થવામાં મદદ મળે છે.

હૃદય : આજે આખી દુનિયામાં ઘણા લોકો હૃદયની બીમારીથી લડી રહ્યા છે. દર વર્ષે લાખો લોકો તેની ઝપેટમાં આવવાથી મૃત્યુ પામે છે. પણ ખજુરમાં રહેલ પોષક તત્વ હૃદયને સ્વસ્થ રાખવાની સાથે તેનાથી જોડાયેલ બીમારીઓ સામે રક્ષણ આપે છે. તેમાં રહેલ કેરોટીનોઈડ અને ફિનોલેક્સ એસિડ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેવામાં તેનાથી જોડાયેલ બીમારી સામે રક્ષણ મળે છે.

પાચન તંત્ર : એક્સપર્ટ અનુસાર ખજુરમાં ફાઈબર વધુ માત્રામાં હોવાથી પાચન તંત્ર મજબુત બનવામાં મદદ મળે છે. આ રીતે પાચન તંત્ર સારી રીતે કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તેવામાં ખજુર ને પોતાની ડાયટમાં સામેલ કરવાથી ફાઈબર યોગ્ય અને ભરપુર માત્રામાં મળે છે.

ગર્ભાવસ્થામાં : ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ એ પોતાની ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેવામાં એક રીસર્ચ અનુસાર આ દરમિયાન ખજૂરનું સેવન ખુબ જ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી ડીલીવરી સમયે લેબર પેઈન ઓછું થાય છે. સાથે જ તે મહિલાઓમાં એનર્જી લેવલને વધારે છે. સાથે જ તે ગર્ભવતી મહિલાને ઉર્જા પણ આપે છે.

રોગ પ્રતિરોધક શક્તિ : ખજુરમાં વિટામીન, ફાઈબર, આયરન, એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે. તેવામાં એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર ખજૂરનું દૂધ દરરોજ સેવન કરવાથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. આ રીતે બીમારીઓ થવાનો ખતરો ઓછો રહે છે. તેવામાં તેને ડાયટમાં સામેલ કરવું ખુબ જ ફાયદાકારક છે.

હાડકાઓ : દરરોજ દુધની સાથે ખજુરનું સેવન કરવાથી હાડકાઓ મજબુત બને છે. તેમાં રહેલ વિટામીન, કેલ્શિયમ, આયરન, એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હાડકાઓને મજબુતી આપવાની સાથે ગઠીયા, અને બોન ઇમ્પેયરમેન્ટ થવાના જોખમને ઓછું કરે છે. આ સાથે જ માંસપેશીઓમાં થતા દુઃખાવાથી છુટકારો મેળવવાની સાથે સારી નિંદર લાવવામાં મદદ કરે છે.

ખજુર ખાવાના અન્ય લાભો :

1 ) જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો તે માટે ખજુરના ઠળિયાને બાળીને તેની ભસ્મ દાંતે ઘસવાથી દાંત પર જામેલ મેલ દૂર થઈ જાય છે. જો તમને કોઈ ઈજા થઈ હોય તો ખજુરના ઠળિયાની રાખ તે ઈજા વાળા સ્થાને રાખવાથી પાક નથી થતો અને લોહી નીકળતું બંધ થઈ જાય છે.

2 ) ખજુર પાંચ તોલા, જીરું એક તોલું, સિંધાલુણ મીઠું એક તોલું, મરી એક તોલું, સુંઠ એક તોલું, પીપળીમૂળ એક તોલું, અને લીંબુ રસ એક સાથે મિક્સ કરીને તેનું ચાટણ બનાવો અને તેને ચાંટી જાવ, તેનાથી માણસની જઠરાત્રીય સ્થિતિ સુધારી શકાય છે. કબજિયાતમાં રાહત મળે છે.

3 ) ખજુર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખા ભાગે લઈને તેનું ચાટણ બનાવીને દરરોજ લેવાથી ક્ષય, ક્ષયની ઉધરસ, શ્વાસ અને સ્વરભેદમાં સારો ફાયદો થાય છે. દરરોજ ખજુર ખાધા પછી 4 થી 5 ઘૂંટડા પાણી પીવાથી કફ પાતળો થાય છે અને કફ બહાર નીકળી જાય છે. સાથે જ ફેફસા સાફ થાય છે.

4 ) દરરોજ 20 થી 25 ખજુર ખાઈને એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે. નવું લોહી બને છે. વીર્ય વધે છે. શિયાળામાં ખજુરનું દૂધ પીવાથી ખુબ જ લાભ થાય છે. ખજુરની એક પેશી એક તોલા જેટલા ભાતના ઓસામણમાં ખુબ વાટીને તેમાં થોડું પાણી મિક્સ કરીને નાના બાળકને દેવાથી નબળું બાળક જલ્દી હેલ્દી બને છે.

Leave a Comment