પાણી જેમ ચરબી ઉતારવા દરરોજ કરો આનું સેવન, ઇમ્યુનિટી મજબુત કરશે અને વારંવાર બીમાર પણ નહિ પડો….

પ્રાચીનકાળથી નાળિયેર પાણીને એક ચમત્કારિક ડ્રીંક માનવામાં આવે છે. તે સૌથી સારા રીફ્રેનીંગ ડ્રીંકસ માંથી એક છે. જે માત્ર પોતાના અદ્દભુત ફાયદાઓને લીધે ઓળખાય છે, પણ વજન ઓછું કરવા માટે પણ જાણીતું છે. શું નાળિયેર પાણી પીવાથી સાચે જ આપણું વજન ઓછું થઈ શકે છે. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ.

આ પણ વાંચો

એક્સપર્ટનું મંતવ્ય : ‘નાળિયેર પાણી એ માત્ર એક સ્વાદિષ્ટ ડ્રીંક જ નથી પણ તેમાં કેલેરી પણ ઓછી છે, અને પેટ માટે સરળ છે. તે જૈવ-સક્રિય એન્જાઈમથી ભરપુર છે, જે આપણા પાચનમાં સુધાર લાવે છે અને મેટાબોલીઝ્મને વધારવામાં મદદ કરે છે. મેટાબોલીઝ્મ રેટ જેટલું વધુ હશે, તમે એટલી જ જલ્દી ચરબી ઓગાળી શકો છો. તે કોઈ પણ પ્રકારના વોટર રીટેન્શન ઓછું કરવામાં મદદ કરે છે અને શરીરને ઠંડુ અને હાઈડ્રેટડનો અનુભવ કરાવે છે. એક સંપૂર્ણ ભોજનની જેમ કામ કરતુ નાળિયેર પાણી વજન ઘટાડવાની સાથે અન્ય કારણોથી પણ અદ્દભુત છે.’

‘આ એનર્જીને તરત વધારનાર શક્તિશાળી પ્રાકૃતિક સ્પોર્ટ્સ ડ્રીંકના રૂપમાં પણ કામ કરે છે. તેમાં પોટેશિયમ જેવા પ્રાકૃતિક એન્જાઈમ અને મિનરલ્સ હોય છે જે તેને એક સુપર ડ્રીંક બનાવે છે. નાળિયેર પાણીમાં વિભિન્ન વિટામીન અને મિનરલ્સ હોય છે, જે શરીરમાં ઇલેક્ટ્રોલાઈટ્સને ફરીથી ભરવામાં મદદ કરે છે. આ તમારા શરીરને હાઈડ્રેટ રાખે છે અને આખો દિવસ તાજગીનો અનુભવ કરાવે છે.’

કેલેરીની માત્રા ઓછી હોય છે : જ્યારે તમે વજન ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યા હો ત્યારે હેલ્દી સ્નેક્સ અને ડ્રીંક લેવાથી ઘણો ફર્ક પડે છે. નાળિયેર પાણી તમને ખુબ વધુ કેલેરી આપ્યા વિના પોષક તત્વોથી ભરપુર કરે છે.’

ફાઈબરથી ભરપુર હોય છે નાળિયેર પાણી : ફાઈબર તમને લાંબા સમય માટે પેટ ભરેલું હોય તેવો અનુભવ કરાવે છે અને એક કપ નાળિયેર પાણીમાં 2.6 ગ્રામ ફાઈબર હોય છે. શોધકર્તાનું કહેવું છે કે, જ્યારે તમારો વજન વધે છે ત્યારે વધારાનું ફાઈબર લેવાથી તમને વજન ઘટાડવામાં મુશ્કેલી થાય છે.

ફેટ : કેલેરી અને ફેટ પર કંટ્રોલ કરતી મહિલાઓ માટે નાળિયેર પાણી અદભુત છે. દહીંની સ્મુદી, મિલ્કશેઈક અથવા તો ચોકલેટ ડ્રીંકની વિરુદ્ધ નાળિયેર પાણી ફેટ રહિત હોય છે. એક કપ તાજા નાળિયેર પાણીમાં પ્રત્યેક સર્વિંગમાં ૦.48 ગ્રામ ફેટ હોય છે. જ્યારે બીજી બાજુ ચોકલેટ મિલ્કશેઈકમાં સમાન સર્વિંગમાં લગભગ 8.10 ગ્રામ ફેટ હોય છે.

સ્પોર્ટ્સ ડ્રીંકનો હેલ્દી વિકલ્પ : જો તમે ખુબ જ ઝડપથી વર્કઆઉટ કરી રહ્યા છો તો તમારે વર્કઆઉટ પછી તમારે ઇલેક્ટ્રોલાઈટ્સની જરૂર પડે છે. મોટાભાગની મહિલાઓને આવું સ્પોર્ટ્સ બેવરેઝની સાથે આ કરવું સુવિધાજનક લાગે છે. જેમાં ઇલેક્ટ્રોલાઈટ્સ અને પાણીનું યોગ્ય સંતુલન હોય. આ માટે નાળિયેર પાણી ખુબ જ સરળ વિકલ્પ છે. આ કસરત કર્યા પછી તમને ફરીથી હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે.

સાવધાની : ખાંડ અને કાર્બના સેવનનું ધ્યાન રાખો – જો કે નાળિયેર પાણી ગુણોથી ભરપુર છે. પંત તમને એ ખબર હોવી જોઈએ કે તે કાર્બ અથવા શુગર ફ્રી નથી. આથી જો તમને મેટાબોલીઝ્મ ડીસઓર્ડર અથવા ડાયાબિટીસ જેવી સમસ્યા છે તો નાળિયેર પાણીનું સેવન ઓછું કરવું જોઈએ.

હૃદયની બીમારીઓથી બચવા માટે પોટેશિયમ પર નજર : નાળિયેર પાણીમાં રહેલ પોષક સામગ્રી તેને એક હેલ્દી ડ્રીંક બનાવે છે. પણ તેમાં ખુબ જ વધુ પ્રમાણમાં પોટેશિયમ રહેલ છે. સાથી સમસ્યા થઈ શકે છે. શરીરમાં વધુ પડતું પોટેશિયમ ખતરનાક સાબિત થાય છે. ખાસ કરીને જો તમને કિડનીની બીમારી છે. આ હાઇપરકેલેમીયા નામની એક બીમારીનું કારણ બની શકે છે. જેમાં મતલી, સુન્નતા, ધ્રુજારી અને મસલ્સની કમજોરી જેવી સમસ્યાઓ થાય છે. તે હૃદયની સમસ્યામાં બદલી શકે છે. આ સિવાય જો તે અનિયંત્રિત રહે છે તો જીવલેણ પણ થઈ શકે છે. દિવસમાં વધુમાં 2 થી 3 કપ નાળિયેર પાણીનું સેવન કરો.

નાળિયેર પાણી પીવાથી રીત : તેને સવારે ખાલી પેટ પીવાથી ઘણા લાભ મળી શકે છે. નાળિયેર પાણીમાં લોરિક એસિડ હોય છે જે તમારી ઇમ્યુનિટી વધારે છે. તમારા મેટાબોલીઝ્મને તેજ કરે છે અને વજન ઓછું કરવામાં મદદ કરે છે. તમે નાળિયેર પાણી પીયને ઝડપથી વજન ઓછું કરી શકો છો.

Leave a Comment