જ્યારે પણ રોટલી વધી જાય અથવા તો આગળના દિવસની રોટલી વધી હોય તો તેને ફેંકવી ન જોઈએ. વાસી રોટલી તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જો દૂધ અને વાસી રોટલીને ગોળ સાથે ખાવામાં આવે તો તેનાથી શરીરમાં લોહીની કમી નથી થતી.
આ પણ વાંચો
- ઈંડા અને ચીકન કરતા 100 ગણું શક્તિશાળી છે આ અનાજ, આજથી જ કરો સેવન, આજીવન નહિ થાય પ્રોટીનની કમી અને ગંભીર બીમારીઓ….
- ફક્ત 2 રૂપિયાની આ વસ્તુથી મટાડો વર્ષો જુનો યુરિક એસિડનો દુખાવો, એકવાર અજમાવો શરીરમાં આજીવન નહિ વધે યુરિક એસિડ…
- બદામ સમાન ગુણકારી આનું સેવન પથરી, કેન્સર, બીપી, ખરતા વાળ વજન બધું કરી દેશે ગાયબ…
- જીવો ત્યાં સુધી નહિ થાય માંસપેશીઓના દુઃખાવા, રોગપ્રતિકારક શક્તિ, હાડકા અને યાદશક્તિ બની જશે મજબૂત, ક્યારેય દવાખાને નહિ જવું પડે…
જો કે વાસી ખોરાક ખાવો એ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. વાસી ભોજન ખાવાથી ફૂડ પોઇઝનિંગ થવાનો ખતરો વધી જાય છે. આથી ભોજન એટલું જ બનાવવું જોઈએ જેટલું ઉપયોગ કરવાનું હોય. તાજો ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. વાસી ભોજન જો વધે તો સામાન્ય રીતે આપણે તેને ફેંકી દઈએ છીએ. અથવા તો પ્રાણીઓને આપી દઈએ છીએ. પરંતુ જો તમારા ઘરમાં વાસી રોટલી વધે તો તેને ફેંકવી ન જોઈએ. વાસી રોટલી તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આજે અમે તમને વાસી રોટલી ખાવાના ફાયદાઓ વિશે જણાવશું. જેને જાણીને તમે ચોંકી જશો.
લોહીની કમી : જો દૂધ અને વાસી રોટલીનું ગોળ સાથે સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં લોહીની કમી હોય તો દૂર થાય છે. જો તમે નાસ્તામાં એક વાટકી દુધમાં વાસી રોટલી અને ગોળ મિક્સ કરીને ખાવ છો તો તેનાથી તમારું હિમોગ્લોબીનમાં વધારો થાય છે અને તમે તંદુરસ્ત રહો છો.
તંદુરસ્તી : જે લોકો મસલ્સ ગેન કરવા માંગે છે તે લોકો માટે વાસી રોટલી અને દૂધ ખુબ જ ફાયદાકારક છે. જીમ જતા લોકો માટે આનું સેવન ખુબ જ અસરકારક સાબિત થાય છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ : જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે તેમણે દરરોજ સવારે ઠંડા દૂધની સાથે વાસી રોટલીનું સેવન કરવું જોઈએ. તેનાથી તેમનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
પેટની સમસ્યા : જે લોકોને એસીડીટી, કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ રહે છે, તેમજ તેનાથી તેના પેટની સ્થિતિ બગડી ગઈ છે તેમણે સૂતા પહેલા ઠંડા દૂધ સાથે વાસી રોટલીનું સેવન કરવું જોઈએ. તેનાથી આ સમસ્યાઓથી છુટકારો મળી જશે
ડાયાબિટીસ : જે લોકોને ડાયાબિટીસની સમસ્યા રહે છે તેમના માટે વાસી રોટલીનું સેવન શુગર લેવલને બનાવી રાખવાનું કામ કરે છે. તેના માટે આ એક ખુબ જ અસરકારક ઉપાય છે. ઠંડા દુધમાં વાસી રોટલી 10 મિનીટ સુધી પલાળી રાખી મુકો અને પછી તેનું સેવન કરો.
તાજી રોટલી કરતા સારી છે વાસી રોટલી : વાસી રોટલી એ તાજી રોટલીની સરખામણીમાં ખુબ જ પૌષ્ટિક હોય છે. લાંબા સમય સુધી પડી રહી હોવાથી તેમાં ગોળના બેક્ટેરિયા પેદા થઈ જાય છે. જે સ્વાસ્થ્ય માટે સારા છે. પણ એ યાદ રાખો કે 10 થી 12 કલાકથી વધુ વાસી રોટલી ન ખાવી જોઈએ.