રાત્રે સુતા પહેલા પગના તળિયા પર આ વસ્તુ લગાવી કરો માલીશ, આવશે ઘસઘસાટ ઊંઘ અને શરીરની આટલી બીમારીઓમાં તરત મળશે રાહત…

જો તમને પણ રાત્રે મોડે સુધી નિંદર નથી આવતી તો તમારે રાત્રે સૂતા પહેલા પગના તળિયાની ઘી થી માલીશ કરવી જોઈએ. તેનાથી તમને રાત્રે શાંતિની નિંદર લેવાની સાથે તમને પાચનમાં પણ મદદ મળે છે. આ વિશે એક્સપર્ટનું માનવું છે કે, રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર ઘી થી મસાજ કરવાથી તમને શાંતિ ભરેલી નિંદર આવવાની સાથે સાંધાના દુઃખાવામાં પણ આરામ મળે છે. ચાલો તો જાણી લઈએ સૂતા પહેલા પગના તળિયાની માલીશ ઘી થી કરવાથી શું ફાયદાઓ થાય છે.

આ પણ વાંચો

કેવી રીતે કરવી જોઈએ પગના તળિયાની માલીશ ? : પહેલા તો ઘી ને થોડું નવશેકું ગરમ કરી લો, જો તમે તેને ગરમ નથી લગાવવા માંગતા તો પણ કોઈ સમસ્યા નથી. તેને એમ જ લગાવી શકાય છે. સૂતા પહેલા દરરોજ થોડું ઘી પોતાની હથેળીમાં લો અને ધીમે ધીમે પોતાના પગના તળિયાની માલીશ કરો. અને ત્યાં સુધી માલીશ કરો જ્યાં સુધી તમને અંદરથી ગરમાહટનો અનુભવ ન થાય.

કંઈ કંઈ સમસ્યાઓમાં ફાયદાકારક છે આ ઉપાય ? : પગના તળિયે માલીશ કરવાથી સાંધાના દુખાવામાં ખુબ જ આરામ મળે છે. આ સિવાય જે લોકોને રાત્રે નિંદરમાં નસકોરા બોલતા હોય, રાત્રે નિંદર અચાનક ઉડી જાય છે તો તેમણે આ ઉપાય જરૂર અજમાવવો જોઈએ.

તેમજ પાચનમાં પરેશાની, ગેસ છુટવો, તેમજ વારંવાર હોડકાર આવવા તેમજ ઈરીટેશન બાઉલ સિન્ડ્રોમ અને કબજિયાતથી પરેશાન લોકોએ આ ઉપાય જરૂર અપનાવવો જોઈએ.

આ છે તેના ફાયદાઓ : આયુર્વેદમાં ઘીનો ઉપયોગ વાત્ત દોષને ઓછો કરવા માટે કરવામાં આવે છે. પગના તળિયામાં ઘી ની માલીશ કરવાથી વાત્ત દોષ ઓછો થાય છે અને તેનાથી બ્લોટિંગની સમસ્યા પણ નથી થતી. તણાવ અને ડાયજેશન જેવી ઘણી વસ્તુઓનો સીધો સંબંધ નિંદર સાથે જોડાયેલ છે.

આપણા પગના તળિયા પર ઘણી નસો જોડાયેલી હોય છે. તળિયાની માલીશ કરવાથી નસ મજબુત થાય છે અને તેનાથી એસીડીટી જેવી સમસ્યાઓ ઓછી થાય છે. તેમજ સારી નિંદરથી તણાવની સમસ્યા પણ ઓછી થઈ જાય છે. જેના કારણે સ્કીન ટોન સારા બને છે.

આમ તમે સારી નિંદર લેવા માટે આ દેશી ઉપાય ઘી થી તળિયાની માલીશ કરવાનો અપનાવી શકો છો. તેનાથી તમારી નિંદર સારી થવાથી પેટના રોગો, સ્કીનના રોગો તેમજ અન્ય રોગોમાં પણ મદદ મળે છે. આ સિવાય સારી નિંદર લેવાથી તમને આખો દિવસ સ્ફૂર્તિનો અનુભવ કરો છો અને તમારો મુડ પણ એકદમ આનંદમાં રહે છે. તમને એક સ્વસ્થ જીવનશૈલી જીવવામાં મદદ મળે છે. સારું સ્વાસ્થ્ય બનાવી રાખવા માટે સારી નિંદર કરવી ખુબ જ જરૂરી છે. જેમાં ઘી તમારી ઘણી મદદ કરે છે.

Leave a Comment