શરીરને સશક્ત રીતે કામ કરવા માટે શરીરમાં સ્ટેમિના અને એનર્જી હોવી ખુબ જ જરૂરી હોય છે. આ માટે તમે કેટલાક ખાસ પ્રકારના જ્યુસનું સેવન કરી શકો છો. અને જો તમે વારંવાર થાક કે કમજોરીનો અનુભવ કરતા હો તો તમે આ જ્યુસનું સેવન કરી શકો છો. જે માત્ર 2 મિનીટ માં તૈયાર થાય છે. જેને પીવાથી તમારા શરીરમાં એક સ્ફૂર્તિનો અનુભવ થાય છે.
આ પણ વાંચો
- સાંધા અને ઘૂંટણના દુખાવા માટે આ ખાસ વસ્તુ ઓપરેશનના લાખો રૂપિયા બચાવી શકે છે, આર્થરાઈટિસ જડમૂળથી દૂર થશે…
- પુરૂષ શક્તિ વધારવા માટે નુસખા, પત્ની ગુસ્સે નહીં થાય, ફક્ત આ ઘરેલું ઉપાય અપનાવો…
- નપુંસકતા, નપુંસકતા, શુક્રાણુની ઉણપ જેવા તમામ છુપાયેલા રોગો માટે મોંઘી દવાઓ અને ખર્ચ વિના 100% અસરકારક ઈલાજ છે.
- ભૂલથી પણ ના કરશો આ કામ ,આ 8 પ્રકારના લોકો માટે ખજુરનું સેવન સાબિત થઈ શકે હાનિકારક, આટલી બીમારીઓમાં કરે છે વધારો… જાણો કોણે ન ખાવો જોઈએ ખજુર…!
શું તમે પણ કોઈ પણ કામ કરવા દરમિયાન જલ્દી થાકિજાઓ છો? અથવા કસરત કરતા સમયે શરીરમાં ઉર્જા નથી વધતી? જો આવું તમારી સાથે થતું હોય તો સમજી જાઓ કે શરીરમાં ઉર્જા અને સ્ટેમીનાની ઉણપ છે. સ્ટેમીના ઓછી હોય ત્યારે શરીર કોઈ પણ કામમાં સાથ આપતું નથી. તમને દરેક સમયે થાક અને નબળાઈ અનુભવાય છે. કોઇ પણ કામમાં મન લાગતું નથી. આ લક્ષણ દેખાઈ રહ્યા હોય તો, પરેશાન ન થવું. ઉર્જા અને સ્ટેમીનાની ઉણપને હેલ્થી ડ્રિંકની મદદથી દૂર કરવામાં આવે છે.
શિયાળામાં પાલકનું સેવન ફાયદાકારક ગણવામાં આવે છે. તેનાથી બનતું જ્યુસનું સેવન કરો તો, શરીર બીમારીઓથી બચે છે અને સ્ટેમીના પણ વધે છે. પાલકમાં મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ, વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ વગેરે પોષકતત્વો જોવા મળે છે. તેનાથી બનતા જ્યુસનું સેવન કરવાથી આ બધા જ પોષકતત્વો તમારા શરીરમાં પહોંચી જાય છે. આગળ જાણીશું 2 મિનિટમાં તૈયાર થતી પાલકના જ્યુસની રેસીપી અને ફાયદા.
પાલકનું જ્યુસ પીવાથી સ્ટેમીના અને એનર્જી વધે છે:- તમને જણાવી દઈએ કે, પાલકના જ્યુસનું સેવન કરવાથી શરીરમાં લાગતાં થાકથી છુટકારો મળે છે. પાલકમાં કેલ્શિયમ જોવા મળે છે. માંસપેશીઓને સ્વસ્થ રાખવામાં પાલક મહત્વની ભૂમિકા ભજવે છે. પાલકમાં આયરન પણ જોવા મળે છે. આયરનથી માંસપેશીઓને મજબૂતી મળે છે અને થાક અનુભવાતો નથી. શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં પણ પાલકનું જ્યુસ ફાયદાકારક છે. પાલકમાં વિટામિન ઇ જોવા મળે છે જેનાથી ઇમ્યુનિટી બને છે. પાલક એ અનેક પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. આથી શરીરમાં તરત જ એનર્જી વધારવા માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.
પાલકનું જ્યુસ કેવી રીતે બનાવવું?:- પાલકનું જ્યુસ બનાવવા માટે પાલક, સંચળ, લીંબુ, શેકેલ જીરું અને પાણીની જરૂર પડે છે. પાલકનું જ્યુસ બનવવા માટે પાલકના પાંદડાને સરખી રીતે સાફ કરી લો. પાંદડાને કાપીને મિક્સરમાં નાખો. પાણી સાથે પીસી લો. મિશ્રણમાં શેકેલું જીરું, સંચળ અને લીંબુનો રસ મિક્સ કરો.
પાલકનું જ્યુસ પીવાના ફાયદા:- પાલકમાં વિટામિન કે, લ્યુટિન, ફોલેટ અને બીટા કેરોટિન વગેરે તત્વો હોય છે. તેનું સેવન કરવાથી મેમોરી પાવર પણ મજબૂત થાય છે. નર્વસ સિસ્ટમ માટે પાલકનું સેવન ફાયદાકારક હોય છે. પાલકમાં પેપ્સિન નામનું એંઝાઇમ જોવા મળે છે. જેનાથી ઉચ્ચ રક્તચાપની સમસ્યા દૂર થાય છે. પાલકમાં એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે. ક્રોનીક પેન કે સોજાને ઘટાડવા માટે પાલકનું સેવન કરી શકો છો. પાલકમાં નાઇટ્રેટ જોવા મળે છે. તેનાથી હાર્ટ મસલ્સથી જોડાયેલ સમસ્યાઓ અને હાઇ બીપી બંનેનું જોખમ ઓછું થઈ જાય છે.
આ વાતોનું ધ્યાન રાખવું?:- પાલકના જ્યુસનું સેવન સવારે કરવું. પાલકના જ્યુસને તાજું જ પીવું. ફ્રિજમાં રાખેલ જ્યુસનું સેવન ન કરવું જોઈએ. તેનાથી જ્યુસના પોષકતત્વો નષ્ટ થઈ જાય છે. પાલકમાં ઓક્સલેટ અને પોટેશિયમની ભરપૂર માત્રા હોય છે. કિડની સ્ટોન હોય તો પાલકના જ્યુસનું સેવન ન કરવું. પાલકનું જ્યુસ પીવાથી શરીરમાં ઉર્જા અને સ્ટેમીના વધે છે. આ એનર્જી ડ્રિંક શિયાળા માટે બેસ્ટ છે. પાલકમાં અનેક વિટામીનો પણ રહેલા છે. જેનાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે.
Paalak no juice ketli matra ma levo joiea ane ketli agewala person levu joiea? To paalak na juice ni assar thay.