સિંગદાણા એ માત્ર મોઢાનો સ્વાદ જ નથી વધારતા પણ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. કહેવાય છે કે, સિંગદાણા એ ઘણા સ્વાસ્થ્ય વર્ધક ગુણોથી ભરપુર છે. તેમજ તે તમને અનેક બીમારી સામે પણ રક્ષણ પૂરું પાડે છે. આ સિવાય તે પોષક તત્વોથી ભરપુર છે.
આ પણ વાંચો
- જીવો ત્યાં સુધી નહિ થાય માંસપેશીઓના દુઃખાવા, રોગપ્રતિકારક શક્તિ, હાડકા અને યાદશક્તિ બની જશે મજબૂત, ક્યારેય દવાખાને નહિ જવું પડે…
- પાણી જેમ ચરબી ઉતારવા દરરોજ કરો આનું સેવન, ઇમ્યુનિટી મજબુત કરશે અને વારંવાર બીમાર પણ નહિ પડો….
- શિયાળામાં આ લાડુના સેવનથી ભાગી જશે શરીરની અનેક બીમારીઓ, તાવ-શરદી અને છાતીનો દુખાવો દુર કરી વધારી દેશે ઇમ્યુનિટી અને પાચન… ગમે તેવી ઠંડીમાં શરીર રહેશે ગરમ…
શિયાળાના મૌસમમાં સિંગદાણા ખાવાની મજા જ અલગ હોય છે. ઠંડી હવાની વચ્ચે મિત્રો સાથે સિંગદાણા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તેમજ તેને ખાવાથી સમય પણ સારો એવો પાસ થઈ જાય છે. આમ સિંગદાણા માત્ર મોઢાનો ટેસ્ટ જ નથી વધારતો પણ ઘણા લાભો પણ આપે છે. જ્યારે આ વાત ઘણા અભ્યાસમાં સબિત થઈ છે. જાણી લો સિંગદાણા ખાવાના ફાયદાઓ વિશે.
વધતો જતો વજન : સિંગદાણામાં ફાઈબર પ્રચુર માત્રામાં રહેલ છે. આથી ભોજન કર્યા પહેલા સિંગદાણા ખાવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે અને તમે ઓછું ભોજન લો છો. તેનાથી તમને ખુબ જ એનર્જી મળે છે. અને તે મેટાબોલીઝ્મ રેટને વધારવાનું કામ કરે છે.
ખરતા વાળ : જેમ કે તમે જાણો છો તેમ સિંગદાણા એ વિટામીન સી થી ભરપુર હોય છે. આથી તે શરીરમાં કોલેજન બનાવે છે. જે ટીશ્યુઝને વાળમાં એક સાથે રાખે છે. તેમજ તે તમારા વાળમાં પડતી ટાલની સમસ્યા તેમજ વાળ ખરવાની સમસ્યાથી છુટકારો આપે છે.
યાદશક્તિ : વિટામીન બી થી ભરપુર સિંગદાણા તમારી યાદશક્તિ વધારવામાં ખુબ જ મદદ કરે છે. તેમજ યાદશક્તિ તેજ બનાવે છે. તેનાથી મગજ તેજ થાય છે અને મેમરી પાવર પણ મજબુત બને છે.
તણાવ : મગજમાં સેરોટોનીન સ્ત્રાવની ઉણપને કારણે તણાવની સમસ્યા તમને થતી હોય છે. જ્યારે સિંગદાણામાં ટ્રાઈપટોફન મળે છે. જે સેરોટીનને રિલીજ કરવામાં તમારી મદદ કરે છે. જેનાથી તણાવ દૂર થાય છે.
હૃદયની બીમારી : આધુનિક લાઈફસ્ટાઈલ, તેમેજ અનહેલ્દી ભોજન અને તણાવને કારણે લોકોમાં હૃદયની બીમારી જાણે એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જ્યારે સિંગદાણા તમારા માટે એક સારી દવા છે. દરરોજ એક મુઠ્ઠી સિંગદાણા ખાવાથી હૃદયની બીમારી દૂર કરવામાં મદદ મળે છે.
કેન્સરનું જોખમ : સિંગદાણા શરીરમાં ટ્યુમર બનવાથી રોકે છે. તેનાથી કેન્સર જેવી મોટી બીમારીનું જોખમ તમને ઓછું રહે છે.
ગર્ભવતી મહિલાઓ માટે : ગર્ભવતી મહિલાઓને અકસર એ સમસ્યા રહેતી હોય છે કે, આ સમય દરમિયાન શું ખાવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન સિંગદાણા ખાવાથી બાળકમાં એલર્જીક બીમારીઓ મસલન અસ્થમા વગેરેનું જોખમ ઓછું થઈ જાય છે.
પથરીની સમસ્યા : એક અભ્યાસ અનુસાર જણાવા મળ્યું છે કે, દર અઠવાડિયે એક મુઠ્ઠી સિંગદાણા ખાવાથી પથરીનું જોખમ 25% ઓછું થઈ જાય છે. આ અભ્યાસ 80,000 મહિલાઓ પર કરવામાં આવ્યો હતો.
બ્લડ પ્રેશર : અમેરિકન જર્નલ ઓફ કલીનીકલ ન્યુટ્રીશીનના અભ્યાસ અનુસાર સિંગદાણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. આમ આ અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે, દરરોજ સિંગદાણા ખાવાથી બ્લડ પ્રેશરને કોલેસ્ટ્રોલ ઓછું કરી શકે છે.
આમ તમે માત્ર એક મુઠ્ઠી સિંગદાણા ખાઈને ઘાણ સ્વાસ્થ્યને લગતા રોગો સામે રક્ષણ મેળવી શકો છો. તેમજ આવનાર બીમારી સામે એક રક્ષણ મેળવી શકો છો. જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
SUPER ARTICLE FOR HEALTH