માથા થી લઈને પગ સુધી 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર, માત્ર દસ દિવસ જ દરરોજ સાંજે કરો દૂધ સાથે સેવન

સરગવાને લગભગ બધાં જ લોકો જાણતા જ હશે, કારણ કે સરગવાની શીંગોનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. સરગવો ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે તેથી તે બધાને ભાવે છે. સરગવાના બધાં જ અંગો સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. સરગવામાં પ્રોટીન, એમીનો એસિડ, બીટા કેરોટીન અને જાત જાતના પોષક તત્વો હોય છે. સરગવાના તાજા પાન અથવા પાવડર કરીને શાકમાં નાખવામાં આવે છે. સરગવો બે જેમાં મીઠો સરગવો અને કારેલીયો સરગવો. જેમાં કારેલીયો સરગવો સ્વાદે થોડોક કડવો હોય છે.

આ પણ વાંચો

સરગવાની શિંગ નો પાવડર બનાવવાની રીત: સરગવાની શિંગ તોડી તેને સાફ કરી તેને સુકવી દેવામાં આવે છે. આ શીંગોને સુકવીને તેને નાના નાના કટકા કરીને તેને દળીને તેનો પાવડર બનાવી શકાય છે. આ પાવડર વજન ઘટાડે છે, વાળ અને ચામડી માટે શ્રેષ્ઠ છે, શરીરમાંથી ટોક્સીન બહાર કાઢે છે, પાચનશક્તિ સુધારે છે, ઊંઘ ન આવવાની બીમારી થાય છે, કામોતેજના વધે છે, હાડકા મજબુત કરે છે અને કેન્સરનું જોખમ ઘટાડે છે.

સરગવાની શિંગ નો પાવડર બનાવવાની રીત

સરગવાના પાનનો પાવડર બનાવવાની રીત: સરગવાના પાનને સરગવા પરથી તોડીને તેને સારા પાણીથી ધોઈ લો. સારા પાણીથી ધોયા બાદ તેને તડકામાં સુકવીને બરાબર કડક થાય ત્યારે તેને ભેગા કરી ઘંટીમાં નાખીને તેને દળી નાખવા. દળતા જે પાવડર તૈયાર થાય છે તે પાવડરને કોઈ કાચના વાસણમાં ભરીને સાચવી રાખી જરૂરિયાત મુજબ ભોજનમાં, પાણી સાથે કે દૂધ સાથે ભેળવીને પીવાથી ખુબજ લાભ થાય છે. આ રીતે સરગવાના ફૂલ અને છાલનો પાવડર પણ બનાવી શકાય છે.

સરગવાના પાનનો પાવડર બનાવવાની રીત

સરગવાને લેટિનમાં Moringa oleifera (મોરીન્ગા ઓલીફેરા) કહે છે, તેને હિન્દીમાં સહજન કે મુનગા કહેવામાં આવે છે. જ્યારે તેને અંગ્રેજીમાં Drum stick tree, Horse radish tree કહેવામાં આવે છે. આ સરગવો ખુબ જ અગત્યના ઔષધીય ગુણ ધરાવે છે જેથી અનેક રોગના ઇલાજમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અમે અહિયાં સરગવાના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ.

માથાનો દુઃખાવો: સરગવાના મૂળના રસમાં બરાબર માત્રામાં ગોળ ભેળવીને એને ગાળીને 1-1 ટીપું નાકમાં નાખવાથી માથાનો દુખાવો મટે છે. સરગવાના પાંદડાના રસમાં કાળા તીખા વાટીને માથા પર લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે. સરગવાના પાંદડા પાણી સાથે વાટીને લેપ કરવાથી શરદીના કારણે થનારો માથાનો દુખાવો મટે છે.

લોહીના દબાણને ઘટાડવા: પોટેશીયમની ઉચ્ચ માત્રા વાળા ફળ અને શાકભાજીઓ વધારે બ્લડપ્રેસરને ઘટાડવા સહાયક થાય છે. અન્ય લીલી શાકભાજીઓની જેમ સ્ર્ગવામાં પોટેશિયમ, વિટામીન અને ખનીજ ભરપુર માત્રામાં હોય છે. સરગવામાં કેળા કરતા ત્રણ ગણા વધારે પોટેશિયમ હોય છે. જે ઉચ્ચ બ્લડપ્રેસર વાળા વ્યક્તિઓ તેનું ખોરાકમાં સમાવેશ કરે તો બ્લડપ્રેસર ઘટે છે.

શુક્રાણુ વધારવા અને શારીરિક શક્તિ વધારવા: સરગવાનું નિયમિત રીતે સેવન કરવાથી શુક્રાણુઓની સંખ્યા વધે છે અને શુક્રાણુ સાથે તેની ગતિશીલતા પણ વધે છે. સરગવામાં જિંકની માત્રા મળી આવે છે જે મજબુત લિંગ નિર્માણ માટે ફાયદાકારક છે. સરગવો શુક્રાણુઓની સંખ્યા અને ગુણવતા સુધારે છે સાથે તે વીર્યને ઘટ્ટ કરે છે. મહિલાઓએ સેવન કરવાથી માસિક સંબંધી સમસ્યા દુર થાય છે.સાથે ગર્ભાશયની સમસ્યા પણ દુર કરે છે.

રોગ પ્રતિકારક શક્તિ: કોઈ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેને બીમાર પડવાની શક્યતાઓ વધી જાય છે. એવામાં ખાવામાં સરગવાનો સમાવેશ કરવાથી રોગ સામે લડવાની શક્તિ વધે છે. સરગવાની શિંગ અને તેના પાંદડા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેનું સંતુલિત માત્રામાં સેવન આ શક્તિ વધારે છે.

નવજાત બાળક માટે: સરગવાની સીંગોમાં કેલ્શિયમ હોય છે, જે બાળકો માટે ખુબ જ ફાયદાકારક છે, જેનાથી હાડકા અને દાંત બંને મજબુત થાય છે. જેને ગર્ભવતી મહિલાઓને ભોજનમાં આપવાથી તેના જન્મનાર બાળકમાં કેલ્શિયમની માત્રા ભરપુર મળે છે. જેનાથી જન્મનાર બાળક તંદુરસ્ત રહે છે. સાથે તેમાં લોહ તત્વ, મેગ્નેશિયમ, ફોસ્ફરસની માત્રા પણ ઉચ્ચ પ્રમાણમાં મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ટાઈફોડ: સરગવાની ચાલને પાણીમાં ઘસીને તેના 1 થી 2 ટીપા નાકમાં નાખવાથી તથા સેવન કરવાથી મગજનો તાવ અથવા ટાઈફોડ ઉતરે છે. સરગવાના 20 ગ્રામ તાજા મુળિયાને 100 મિલી પાણીમાં ઉકાળી તેને ગાળીને પીવડાવવાથી ટાઈફોડ નાબુદ થાય છે.

આંખના રોગ: કફના કારણે આંખોમાંથી પાણી નીકળતું હોય તો સરગવાના પાંદડાને વાટીને તેની પુરીઓ બનાવીને આંખો પર બધ્વાથી આંખમાંથી પાણી નીકળતું બંધ થાય છે. સરગવાના પાંદડાના 50 મિલી રસમાં 2 ચમચી મધ ભેળવીને તે આંખમાં કાજળ આંજીએ તેમ આંજવાથી આંખોનું ધૂંધળાપણું દુર થાય છે. સરગવાના પાંદડાના રસમાં સમાન માત્રામાં મધ ભેળવીને 2-2 ટીપા આંખમાં નાખવાથી આંખનો દુખવો મટે છે.

કાનના રોગ: 20 મિલી સરગવાના મૂળના રસમાં 1 ચમચી મધ અને 50 મિલી તેલ ભેળવીને તેને ગરમ કરી ચાલીને કાનમાં 2-2 ટીપા નાખવાથી કાનનો દુખાવો મટે છે. સરગવાના ગુંદરને તલના તેલમાં ગરમ કરીને ગાળી લો. તેના 2-2 ટીપા ટપકાવવાથી કાનનો દુખાવો મટે છે. સરગવાની છાલ અને રાઈને વાટીને લેપ તૈયાર કરો. આ કાનના મૂળમાં માં સોજાની પરેશાની આ ઈલાજથી ઠીક થાય છે.

પેટના રોગ: સરગવાના તાજા મૂળ, સરસવ અને આદુને સરખી માત્રામાં લઈને તેને વાટીને 1-1 ગ્રામની ગોળીઓ બનાવીને તેને 2-2 ગોળીનું સવારે અને સાંજે સેવન કરવાથી જઠરાગ્ની સક્રિય થાય છે અને જેનાથી મંદાગ્ની દુર થાય છે. સરગવાના 10 થી 20 મિલી ઉકાળામાં 2 ગ્રામ સુંઠ નાખીને સવારે અને સાંજે પીવડાવવાથી પાચનશક્તિ વધે છે. સરગવાના મૂળ અને દેવદારના મૂળને બરાબર માત્રામાં ભેળવીને તેને કાંજી (ગાજર અને બીટનું જ્યુસ જેવું પીણું) સાથે વાટીને ગરમ કર્યા બાદ લેપ કરવાથી અપાચનના કારણે થતો પેટનો દુખાવો મટે છે.

પેટની બીમારી

પેટનો ગેસ અથવા પેટનો દુખાવાની સ્થિતિમાં સરગવાના મૂળની 100 ગ્રામ છાલમાં 5 ગ્રામ હિંગ અને 20 ગ્રામ સુંઠ ભેળવીને તેને પાણી સાથે વાટીને 1-1 ગ્રામની ગોળીઓ બનાવી લઈને આ ગોળીઓ દિવસમાં 2 થી ૩ વખત ખાવાથી પેટનો દુખાવો મટે છે. સરગવાના પાંદડાને પાણી સાથે વાટીને ગરમ ગરમ કરીને તેનો પેટ પર લેપ કરવાથી પેટનો દુખાવો મટે છે. સરગવાના શીંગની શાકભાજી બનાવીને ખાવાથી પેટના આંતરડાના કીડા નાશ પામે છે. સરગવાના 50 ગ્રામ મૂળને 200 મિલી પાણીમાં ભેળવીને તેની ચટણી બનાવી થોડી થોડી માત્રામાં પીવડાવવાથી જળોદર (પેટ ફૂલી જવાનો રોગ) મટે છે.

કીડની સમસ્યા: સરગવાના 5 ગ્રામ ગુંદર દરરોજ 7 દિવસ સુધી દહી સાથે સેવન કરવાથી પેશાબની સમસ્યામાં મટે છે. સરગવાના મૂળના છાલનો 20 ગમિલી ઉકાળાને દિવસમાં 3 વખત પીવડાવવાથી કીડનીની પથરી કટકા કટકા થઈને નીકળી જાય છે. આ પ્રયોગથી એપીલેપ્સીમાં પણ લાભ થાય છે.

ગાંઠીયો વા: સરગવાના ગુંદરનો લેપ કરવાથી ગાઠીયો વા મટે છે. સરગવાના પાંદડાને તેલ સાથે વાટીને તેને ગરમ કરીને લેપ કરવાથી ઘૂંટણનો જુનો વા અને દુખાવો મટે છે. સરગવાના તાજા મૂળ, સરસવ અને આદુને સરખી માત્રામાં લઈને તેને વાટીને 1-1 ગ્રામની ગોળીઓ બનાવીને તેઆથી 2-2 ગોળીઓ સવારે અને સાંજે સેવન કરવાથી ગાઠીયો વા મટે છે. સરગવાના બીજના તેલની માલીશ કરવાથી સાંધાનો દુખાવો મટે છે . સરગવાના પાંદડાને તેલ સાથે વાટીને લેપ કરવાથી અને તડકામાં બેસવાથી ઈજા અને મોચની પીડા ઠીક થાય છે.

વજન ઘટાડવા માટે: મોટાપો એટકે કે જાડા થવાની અને મેદસ્વિતા ધરાવતા લોકોની સમસ્યા માટે સરગવાના આવેલા ક્લોરોજેનિક એસિડ મદદ કરે છે. આ એસિડ એન્ટી એબિલીટી ગુણ ધરાવે છે જેના કારણે વજન ઘટે છે. આ માટે વજન વધુ હોય તેમજ શરીર વધી ગયું હોય તેવા લોકોએ સરગવાનું નિયમિત ડાયટમાં સમાવેશ કરવો.

ફોડલા-ગુમડા: સરગવાના મૂળની છાલ અને વત્સનાભને વાટીને તેનો લેપ ફોડલા પર લગાવવાથી ફોડલા ફૂટી જાય છે અને પરું નીકળી જાય છે. સરગવાના પાંદડાનો રસ અને સર્જરસને વાટીને આખા શરીરમાં લેપ કરવાથી ફોડલા અને ફોડલીઓ દુર થાય છે. સરગવાના પાંદડા અને તલને સમાન માત્રામાં ભેળવીને તેને વાટીને થોડાક ઘી ભેળવીને લેપ કરવાથી ઘાવ જલ્દી ભરાઈ જાય છે.

કેન્સર: લીવર કેન્સરની બીમારી માટે સરગવાના 20 ગ્રામ છાલનો ઉકાળો બનાવીને પીવાથી કેન્સરમાં રાહત થાય છે. સરગવાની છાલ અને સરગવાના પાંદડામાં એન્ટી કેન્સર અને એન્ટી ટ્યુમર ગુણ હોય છે. આ સિવાય સરગવાના પાંદડા પોલીફેનોલ્સ અને પોલીફલોનોઈડસથી સમૃદ્ધ હોય છે, જે એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી કેન્સર ગુણ ધરાવતા હોય છે જેથી તે આ જીવલેણ બીમારીને ઓછી કરવામાં સહાય કરે છે.

કુતરાના કરડવા પર: સરગવાના પાંદડા, લસણ, હળદર, મીઠું તથા કાળા તીખા બરાબર માત્રામાં એક સાથે વાટીને કુતરાના કરડવાના સ્થાન પર લગાવવાથી સોજો મટે છે, સાથે તાવ આવ્યો હોય તો તાવ પણ મટે છે. આ પેસ્ટનો 10 થી 15 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી લાભ થાય છે.

ડાયાબીટીસ: સરગવાની છાલ, ફળ અને અન્ય ભાગનો ખાવામાં ઉપયોગ કરવાથી ડાયાબીટીસની સમસ્યા મટે છે. જેમાં એન્ટી ડાયબીટીક ગુણ હોય છે જે લોહીમાં શુગરના પ્રમાણને નિયંત્રણમાં રાખે છે. જે વધારે શુગરના પ્રમાણને ઘટાડે છે. સરગવામાં રાઈબોફ્લેવીન પ્રચુર માત્રામાં હોય છે જે લોહીના શર્કરા ઘટાડે છે જેથી સરગવાના પાંદડાની ગોળીઓ બનાવીને સેવન કરવું.

ડાયાબીટીસ

હાડકા માટે: વધતી ઉમર સાથે હાડકાની સારસંભાળ અને તેને સ્વસ્થ રાખવા પણ જરુરી છે. સરગવાના સેવન દ્વારા હાડકાને મજબુત અને સ્વસ્થ રાખી શકાય છે. સરગવામાં આવેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હાડકા માટેના જરૂરી પોષકતત્વો છે. આ ગુણો કારણે હાડકાના સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સરગવો હાડકાની બીમારીના જોખમને ઓછું કરવાના ગુણ પણ ધરાવે છે.

એનીમિયા: સરગવાની છાલ થવા તેના પાંદડાના સેવન દ્વારા એનીમિયા એટલે કે લાલ રક્ત કોશિકાઓની ઉણપથી બચાવવા માટે ખુબ જ ઉપયોગી છે. સરગવાના પાંદડાનો એથનોલીક એક્સટ્રેકસમાં એનીમિયા વિરોધી ગુણ હોય છે એટલા માટે તેના સેવનથી હિમોગ્લીબીનના સ્તરમાં સુધારો આવે છે. જેથી સરગવાથી લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં મદદ મળે છે.

મગજ માટે: સરગવો મગજને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. વધતી ઉમરની અસર મગજ પર થાય છે અને મગજ સંબંધી બીમારી જેવી કે અલ્ઝાઈમર-ભૂલી જવાની બીમારી, પાર્કીસન્સ- મધ્યસ્થ નર્વસ સિસ્ટમની સમસ્યા એવી ઘણી બધી બીમારીઓ થઇ શકે છે. આ સમસ્યાથી બચવા માટે સરગવો ખુબ જ ફાયદાકારક છે. અલ્ઝાઈમરમાં દર્દીને ભૂલી જવાની બીમારી થાય છે તેની યાદદાસ્ત તેજ તથા સુધારવા માટે પણ તે સહાયક થાય છે.

લીવર સમસ્યા: અસંતુલિત અને બિન જરૂરી વસ્તુ ખાવાનો ખોટો પ્રભાવ મગજ પર પડે છે. એવામાં ડાઈટમાં સરગવાની શીંગો અથવા તેના પાંદડાને સામેલ કરવામાં આવે તો તે ખુબ જ ફાયદાકારક છે. તેમાં કારસેટીન નામનું ફ્લેવનોલ હોય છે જે લીવરના કોઇપણ પ્રકારના નુકશાનથી સુરક્ષિત રાખે છે. સરગવાના પાંદડા, ફૂલ સનર શીંગો ખાવામાં ઉપયોગમાં લેવાથી લીવરની ઘાતક બીમારીઓથી બચી શકાય છે.

શ્વાસના રોગ: સરગવો અને આદુંના રસને બરાબર માત્રામાં ભેળવીને. તેને 10 થી 15 મિલી માત્રામાં દરરોજ સવારે અને સાંજે સેવન કરવાથી શ્વાસના રોગમાં લાભ થાય છે અને શ્વાસના રોગ મટે છે. સરગવામાં વિટામીન સીનું પ્રમાણ પણ હોય છે, જેનાથી ઈમ્યુનીટી વધે છે. જ્યારે વિટામીન કેટલાક રોગો સામે રક્ષણ આપે છે, જેના લીધે શરદી અને ઉધરસમાં પણ રાહત મળે છે. શરદીના લીધે નાક બંધ થઈ ગયું હોય તો સરગવાના પાનનો ઉકાળો કરી તેની વરાળ લેવાથી નાક અને કાન ખુલા થઇ જાય છે.

આ સહીત સરગવામાં સરગવાની છાલને પાણીમાં ઘસીને 10 ગ્રામની માત્રામાં સેવન કરવાથી સોજો ઓછો થાય છે. સરગવાની છાલનો લેપ કરવાથી ન્યુમોનિયા, પાંસળીઓનો દુખાવો, પેટનો દુખાવો વગેરે સમસ્યા મટે છે. સરગવાની શાકભાજી તરીકે ભોજનમાં ખાવાથી લીવરની સમસ્યા, બરોળનો રોગ, રક્તવાહિની નસોની સમસ્યા, સ્નાયુની કમજોરી, કોઈ જકડાઈ જવું, ફોડલા અને કોઢ વગેરે તકલીફો થતી નથી. સરગવાના મૂળને વાટીને ગરમ કરીને લેપ કરવાથી ફાઈલેરીયા (હાથીપગો) મટે છે.

સરગવાના મુળની છાલને પાણીમાં ઘસીને તેનો લેપ કરવાથી ધાધર મટી જાય છે. સરગવાના મૂળને મસળીને સરસવના તેલમાં પકાવીને લગાવવાથી ખંજવાળ મટે છે. સરગવાના મૂળનો ઉકાળો બનાવીને કોગળા કરવાથી અવાજ બેસી જવાની સમસ્યા દુર થાય છે અને અવાજ ઉઘડે છે. સરગવાના ગુંદરને પાણીમાં ઘોળીને મોઢામાં નાખીને ગડગડીયા કરવાથી દાંતોની બીમારી દુર થાય છે. સરગવાના 8 થી 10 ફૂલોને 250 મિલી દુધમાં ઉકાળીને તેને સવારે અને સાંજે પીવાથી શારીરિક કમજોરી દુર થાય છે અને પૌરુષ શક્તિ વધે છે.

કોઢના રોગ પર સરગવો અને કેરીની ગોઠલીનું તેલ લગાવવાથી લાભ થાય છે. સરગવાની છાલનો પેસ્ટને ગરમ કરીને લેપ કરવાથી ગ્રંથીઓમાં લાભ થાય છે, જેથી કોઢ મટે છે. સરગવાનો પાકો રસ 5 થી 10 મિલી મધમાં ભેળવીને સેવન કરવાથી લકવો, માસિક સમસ્યા વગેરે મટે છે. સરગવાના મુળની છાલનો ઉકાળો સિંધવ અને હિંગ સાથે લેવાથી ગુમડું, સોજો અને પથરી મટે છે. ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી વેરાઈ જાય છે અને ફૂટી જાય છે.

આમ,સરગવો ખુબ જ અગત્યની અને અનેક રોગોનો નાશ કરતી ઔષધી છે. જે આયુર્વેદ મુજબ અહિયાં બતાવેલા રોગો સહીત 300 થી વધુ રોગોની સારવાર કરતી વનસ્પતિ છે. આશા રાખીએ કે સરગવા વિશેની આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે માત્ર શાકભાજી તરીકે જ નહી પણ એક ઔષધી તરીકે સરગવાના ફળ, ફૂલ, મૂળ, બીજ, પાંદડા, છાલ અને ગુંદરનો ઉપયોગ કરીને અનેક રોગોથી છુટકારો મેળવી શકો.

Leave a Comment