મિત્રો હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ ને સાઇલેન્ટ કિલરના રૂપમાં ઓળખાય છે. તેનું કારણ છે કે શરૂઆતમાં તેના લક્ષણો દેખાતા નથી અને જ્યાં સુધી તે નજર આવે છે ત્યાં સુધી ખૂબ જ વિલંબ થઈ ચૂક્યો હોય છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં લગભગ એક કરોડ લોકો હાઈ બ્લડ પ્રેશર અને ખરાબ કોલેસ્ટ્રોલ થી પીડિત છે.
આ પણ વાંચો
- આ દેશી પીણું ગણાય છે ધરતી પરનું અમૃત, ઉનાળામાં પીવું જોઈએ રોજ… એનર્જી અને ઇમ્યુનિટી વધારી અનેક રોગોને રાખશે દુર…
- દરરોજ સવારમાં પિય લ્યો આ ફૂલના પાનનું જ્યુસ, બ્લડ શુગર ઘટાડવાનો છે 100% સચોટ ઉપચાર, આજીવન મોંઘી દવાઓ લેવાની જરૂર નહીં પડે…
- આ લીલા દાણાનું પાણી વગર મહેનતે ઘટાડી દેશે તમારું વજન, જાણો સેવન કરવાની… થઇ જશો એકદમ ફીટ અને પાતળા…
હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ને ઘણા બધા લોકો હળવાશમાં લે છે. પરંતુ ધ્યાન રાખો કે જો તેનો ઈલાજ ન કરવામાં આવે તો તમાને હૃદય સંબંધિત રોગ, હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી ગંભીર અને જીવલેણ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
👉બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ કેવી રીતે ઓછું કરવું?:- એક અધ્યયન પ્રમાણે મીઠા વગરનું ટામેટાનું જ્યુસ પીવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદ મળે છે. તો ચાલો જાણીએ ટામેટા આ જીવલેણ સ્થિતિનો કેવી રીતે ઈલાજ કરી શકે છે.
👉 કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર નો ઈલાજ છે ટામેટાનું જ્યુસ:- આ અભ્યાસમાં એ વાત સામે આવી છે કે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલની સમસ્યાથી સંઘર્ષ કરી રહેલા વ્યક્તિ માટે દરરોજનું એક ગ્લાસ મીઠા વગરનું ટામેટાનું જ્યુસ પીવું ફાયદાકારક બની શકે છે. હૃદય રોગના જોખમને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
👉જ્યુસ પીવાથી ઓછું થયું હાઈ બ્લડ પ્રેશર:- સંશોધનકારો એ પુરુષો અને મહિલાઓ સહિત લગભગ 500 લોકોની તપાસ કરી. સંશોધકોએ શોધી કાઢ્યું કે સારવાર ન કરાયેલા પ્રી-હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર ધરાવતા તમામ 94 લોકોએ આ રસ નિયમિત પણે પીધા પછી નોંધપાત્ર ઘટાડો થયો હતો. તેમનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 141.2 થી ઘટીને 137 mmHg થઇ ગયું અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 83.3 થી 80.9 mmHg થઈ ગયું .
👉ટામેટા ના જ્યુસ થી ઓછું થઈ ગયું ખરાબ કોલેસ્ટ્રોલ:- સંશોધકોએ શોધ્યું કે હાઈ કોલેસ્ટ્રોલવાળા 125 સહભાગીઓમાં એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL cholesterol) નું સ્તર સરેરાશ 155.0 થી ઘટીને 149.9 mg/dL થઈ ગયું. સંશોધકોનું માનવું છે કે ટામેટામાં કેરોટીનોઈડ, વિટામીન એ, કેલ્શિયમ અને ગામા-એમિનોબ્યુટ્રીક એસિડ જેવા વિવિધ પ્રકારના બાયોએક્ટિવ યોગીક હોય છે, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ ને અટકાવવા સહિત શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધારો આપવામાં મદદરૂપ થાય છે.
👉 દરરોજ કેટલું ટામેટાનું જ્યુસ પીવું જોઈએ:- સંશોધકોએ અધ્યયનમાં સામેલ દરેક પ્રતિભાગીઓને બે મહિના સુધી દરરોજ 84 થી 200ml સુધી જ્યુસ પીવા માટે આપ્યું હતું. આ લગભગ એક નાના ગ્લાસ બરાબર હતું. ધ્યાન રાખો કે ટામેટા ના જ્યુસમાં મીઠું ન નાખવું કારણકે સંશોધકોએ તેમને મીઠા વગરનું જ્યુસ પીવા માટે આપ્યું હતું.