મિત્રો શિયાળાની ઠંડી પણ ખુબ જ પડવા લાગી છે, શિયાળામાં આવતી ઠંડી હવાઓથી થતા નુકશાનથી તમે બધા જ પરિચિત હશો, આ ઠંડી હવા નાની નાની બીમારીઓથી લઈને વ્યક્તિને ખુબ જ મોટા નુકશાન પહોંચાડી શકે છે, અને તે જાનલેવા સાબિત થઈ શકે છે, ત્યારે શરીરને આ દરેક નુકસાનથી બચાવવા માટે પોતાને સ્વસ્થ રાખવા માટે શિયાળામાં દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારના ઉપાય કરે છે, ખાસ કરીને કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવી રાખવી વધુ જરૂરી થઇ ગયું છે.
આ પણ વાંચો
- ગરમ દૂધમાં ફક્ત 2 ટીપા આ તેલનું સેવન બચાવી દેશે દવાખાનાના મોંઘા ખર્ચા. હાડકાના દુખાવા, કબજિયાતનો 100% અકસીર અને મફત ઈલાજ..
- મોંઘા તેલ કે શેમ્પુ કરતા પણ 10 ગણી ઝડપથી વધી જશે વાળ, ખાવા લાગો ઘરમાં રહેલી આ વસ્તુઓ. મળશે ચોંકાવનારું પરિણામ…
- મોંઘી દવાના બદલે નિયમિત આનું સેવન કબજિયાત, સાંધાના દુઃખાવા, અનિંદ્રા મટાડી લગ્ન જીવનને સદાય રાખશે આનંદમય…
જો તમે પણ શિયાળામાં તમારા શરીરને ગરમ રાખવા માંગો છો અને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માંગો છો તો આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે તમારા શરીરને ગરમ રાખશે અને મજબૂત પણ બનાવશે. અને એ વસ્તુ છે સૂંઠ એટલે કે સૂકા આદુ ના લાડુ.
હા, સૂંઠ ના લાડુ તમારા શરીરને ગરમાવો આપે છે અને તમારી ત્વચાને ડ્રાય થતી બચાવી છે. તથા તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા જેવા કામ પણ કરે છે, દરરોજ એક સૂંઠનો લાડુ તમારા ઘણા બધા સ્વાસ્થ્યના પ્રોબ્લેમને દૂર કરી શકે છે. જેમાં છાતીના દુખાવાથી લઈને સ્ટ્રોક સુધી ઘણી બધી ગંભીર બીમારીઓ સામેલ છે, તો ચાલો જાણીએ કે સૂંઠના લાડુના એવા શાનદાર ફાયદા વિશે જે તમને શિયાળામાં થતી એક નહીં બે નહીં પરંતુ ઘણી બધી બિમારીઓથી દૂર રાખે છે.
1 ) શરીરને રાખે ગરમ : સૂંઠના લાડુ શરીરને અંદરથી ગરમ રાખવામાં ખુબ જ મદદરૂપ થાય છે. એટલું જ નહીં દરરોજ એક ગ્લાસ સામાન્ય ગરમ દૂધની સાથે સુંઠના લાડુનું સેવન કરવાથી તમને ગેસની સમસ્યા પણ દૂર થઈ જાય છે, જે શિયાળાની ઋતુમાં થવું ખુબ જ સામાન્ય છે તે શરીર અને હાડકાને ગરમાહટ આપે છે. જેનાથી દુખાવો અને ઠંડીની સમસ્યાથી રાહત મળે છે.
2 ) રોગ પ્રતિકારક શક્તિ વધારે : કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રાખવી ખુબ જ જરૂરી થઈ ગઈ છે, પોતાને અને પોતાના પરિવારને આ ખતરનાક સંક્રમણથી બચવા માટે તમારા ડાયટમાં સૂંઠના લાડુને જરૂરથી શામેલ કરવા જોઈએ, કારણ કે તેમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે અને બેકટેરિયાથી દૂર રાખે છે.
3 ) ડાયજેસ્ટિવ સિસ્ટમ મજબૂત બનાવે : શિયાળામાં તળેલા મસાલેદાર ભોજન માટે દરેક વ્યક્તિનું મન લલચાય છે, આ ઋતુમાં વધુ પડતું ખાવું એક સામાન્ય બાબત છે પરંતુ તેને પચાવવું ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. ત્યારે સૂંઠના લાડુ તમારો ખોરાક પચાવવામાં ખુબ જ મદદ કરે છે. વર્ષોથી સૂંઠના લાડુનો ઉપયોગ પાચન સંબંધીત તકલીફને દૂર કરવા માટે થાય છે.
4 ) છાતીના દુખાવાને દૂર કરે : ઘણી વખત વધુ કામ કરવામાં આવે અથવા તો કસરત કરતી વખતે શિયાળાની ઋતુમાં ક્યારેક ક્યારેક છાતીમાં દુખાવો થવા લાગે છે ત્યારે આ દુખાવાને દૂર કરવા માટે સૂંઠનો ઉપયોગ કરી શકો છો. જો તમે છાતીમાં દુખાવાથી પરેશાન છો તો તેના પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો, ઘણા બધા હેલ્થ રિપોર્ટમાં સૂંઠનું સેવન કરવાથી છાતીમાં થતા દુખાવાને સારો કરી શકાય છે.
5 ) ડિલિવરી પછી મહિલાઓ માટે લાભદાયક : સૂંઠના લાડુ ડિલિવરી પછી મહિલાઓને આપવામાં આવે છે. આ વાત દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ કેમ આપવામાં આવે છે તેના વિશે ઘણા બધા ઓછા લોકોને જાણકારી હશે તમને જણાવી દઈએ કે સૂંઠના લાડુ શરીરને માત્ર ગરમ રાખવાનું કામ કરતા નથી, પરંતુ શરીરને મજબૂત બનાવવાની સાથે સ્તનમાં દૂધનું ઉત્પાદન કરવાનું કામ પણ કરે છે. આ જ કારણ છે કે પ્રસૂતિ બાદ મહિલાઓ માટે આ લાડુ બનાવવામાં આવે છે, ત્યાં જ ડિલિવરી પછી મહિલાઓના શરીરમાં કમજોરી આવી જાય છે, શિયાળામાં બીમારીનું જોખમ વધુ રહે છે મહિલાઓમાં આયર્ન, કેલ્શિયમ અને તેની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે તેમને આ લાડુ આપવામાં આવે છે.
6 ) મેટાબોલીઝમનું સ્તર સારું રાખે : બીમારીને દુર કરવા માટે મેટાબોલીઝમનો ખુબ જ મોટો રોલ હોય છે, આ બાદ દરેક વ્યક્તિ જાણતું જ હોય છે, જેટલો તીવ્ર મેટાબોલિઝમ હોય શરીરની બીમારી એટલી જ દૂર રહે છે. એટલું જ નહિ તીવ્ર મેટાબોલિઝમથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે. એટલે કે શરીરની ચરબી ઓછી કરવામાં તમે સૂંઠનો ઉપયોગ કરી શકો છો.
7 ) શરદી ખાંસીમાં રાહત આપે : શિયાળાની ઋતુમાં વહેતું નાક અને તાવની સમસ્યા ખુબ જ સામાન્ય બાબત હોય છે. વાતાવરણમાં જેવો બદલાવ આવે છે શરદી અને ઉધરસને પકડી લે છે, જો તમે પણ વારંવાર શરદી અને તાવ જેવી સમસ્યાથી પરેશાન છો તો સૂકા આદુનો પાવડર અને સૂંઠના લાડુ તમને ખુબ જ મદદ કરી શકે છે, અને તમારી આ તકલીફમાંથી છુટકારો આપી શકે છે. કારણ કે સૂંઠના લાડુમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે. જેને તમે ગરમ પાણીની સાથે ખાય શકો છો અને શરદી તથા તાવથી રાહત મેળવી શકો છો.