મિત્રો અમુક ફળના સેવનથી તમને ઘણા ફાયદાઓ મળતા હોય છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય ખુબ જ સારું રહે છે. આજે આપણે એક એવા ફળ વિશે વાત કરીશું જેના સેવનથી તમને અનેક ફાયદાઓ મળે છે. આ ફળનું નામ છે હનુમાન ફળ. જેના સેવનથી તમને સ્વાસ્થ્યને લગતા અનેક લાભો મળે છે. પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે.
આ પણ વાંચો
- પેટમાં જઈને જ દવાની જેમ અસર કરે છે આ પાણી, દૂર રાખે છે નાની મોટી અનેક બીમારીઓથી, આયુર્વેદ અનુસાર જાણો કુદરતી ફિલ્ટરના ફાયદા…
- ખાલી પેટ ચાવી જાવ આ પાંદડા, માથાની ચોટીથી લઈ પગની એડી સુધીની બીમારીઓ કરી દેશે ગાયબ… જાણો ઔષધીય ગુણોથી ભરપુર આ 10 પાંદડાના ફાયદા.
- રસોડામાં દેખાતા આ સામાન્ય પાંદડા ડાયાબિટીસ, કબજિયાત દુર કરી પેટ કરી દેશે સાફ, ખરતા વાળ અટકાવી મગજ બનાવી દેશે તેજ, હવે મફતમાં જ શરીરની આ સમસ્યાઓ થઇ જશે ગાયબ…
કસ્ટર્ડ એપ્પલની જેમ દેખાતું આ હનુમાન ફળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી હોય છે. તેને ખાવાથી ડાયાબિટીસ અને લીવરથી જોડાયેલી સમસ્યાઓ મટે છે. આવો જાણીએ આ ફળથી થતાં અમુક ફાયદાઓ.
હનુમાન ફળના પોષકતત્વો:- ફૉસ્ફરસ, મેગ્નેશિયમ, વિટામિન સી, ડાયેટ્રી ફાઈબર, ઝીંક.
1) આંખોનું તેજ વધારે છે:- જે લોકોની આંખનું તેજ ઓછુ હોય તેમના માટે હનુમાન ફળનું સેવન ખુબ જ ફાયદાકારક નીવડી શકે છે. હનુમાન ફળ વિટામિન એની સાથે-સાથે બીટા કેરોટિનથી ભરપૂર હોય છે, જે આંખ માટે ફાયદાકારક હોય છે. તેને ખાવાથી આંખોનું તેજ વધે છે. નબળી દ્રષ્ટિ વાળા લોકો આ ફળ ખાઈ શકે છે.
2) પાચનતંત્ર માટે સારું:- તમારા પાચન તંત્રને મજબુત કરવા માટે હનુમાન ફળનું સેવન સારું છે. સારુ હનુમાન ફળ ખાવાથી પાચનતંત્ર સારું રહે છે. તેમાં ફાઈબરની માત્રા સારી હોય છે. જે પાચનતંત્રને મજબૂત કરીને ગેસ, અપચો અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓ દૂર કરે છે. તેને ખાવાથી ગેસ્ટ્રીક અલ્સરમાં પણ રાહત મળે છે.
3) કેન્સરનું જોખમ મટાડે છે:- આ ફળને ખાવાથી કેન્સરનું જોખમ પણ ઓછું થાય છે. તેમાં એન્ટિ કેન્સર ગુણ હોય છે, જે કેન્સર ઉત્પન્ન કરતી કોશિકાઓને નષ્ટ કરીને કેન્સર થવાની આશંકાને પણ ઓછી કરે છે.
4) ઇમ્યુનિટી વધારે:- ઇમ્યુનિટી વધારવા માટે પણ તમે તેને ખાઈ શકો છો. તેમાં વિટામિન સી અને ઝીંક હોય છે. જે ફ્રી રેડિકલ્સથી લડીને ઇમ્યુનિટી વધારે છે અને સંક્રમણ થવાના જોખમને પણ ઓછું કરે છે.
5) લીવર માટે ફાયદાકારક:- હનુમાન ફળમાં જોવા મળતા પોષકતત્વો લીવર માટે પણ ફાયદાકારક હોય છે. તેને ખાવાથી બોડીમાંથી ટોક્સીન્સ નીકળવાની સાથે સાથે લીવરની કાર્યક્ષમતા પણ વધે છે. હનુમાન ફળ ખાવાથી સ્વાસ્થ્યને આ બધા જ ફાયદાઓ મળે છે.
હનુમાન ફળ એટલે શું
Where will I get Hanuman phal and at what price?