અજમાના નાના-નાના બીજ જેટલા લાભકારી છે, તેટલા જ તે નુકશાન પણ પહોંચાડે છે. અજમાનો ઉપયોગ લગભગ દરેક ઘરોમાં થતો જ હોય છે. અજમા દરેકના રસોડામાં સહેલાઈથી મળી રહે છે. ઘણા લોકો અજમાનો ઉપયોગ મસાલા બનાવવામાં કરે છે, તો ઘણા લોકો અજમાનો ઉપયોગ આયુર્વેદિક રીતે પણ કરે છે. અજમા ગેસ થતો હોય તેના માટે પણ સારા છે, તેમજ અજમાથી અનેક લાભ પણ થાય છે, પરંતુ અજમાના ફાયદાઓ તો છે, પરંતુ સાથે તેની સાઈડઇફેક્ટ પણ છે. અજમામાં અનેક તત્વો પણ હોય છે, જેમ કે, બીટા-પીનિન, ગામા-ટેરપિન વગેરે હોય છે, જે એક પ્રકારનું ઓઈલ હોય છે. આવો જાણીએ તેની આડઅસરો વિશે –
આ પણ વાંચો
- ગેસ, એસિડીટી, એસિડ અને પેટની જીવાત થશે જડમૂળથી 100 % ગાયબ, કરો આ મફતમાં મળતી ઔષધિનું સેવન… શરીરના અનેક રોગો સાથે લોહી પણ કરી દેશે સાફ…
- જો તમે પણ સવારે ખાલી પેટે પાણી પીતા હોવ તો એકવાર આ લેખ જરૂર વાંચો…
- આ રીતે, રાત્રે સૂવાની ટેવ પાડો, રોગ તમારા શરીરને છોડી દેશે અને ભાગી જશે.
- લાખો રોગોની એક જ દવા એટલે પીપળાના પાન અને ડાળીઓ. જાણો તેના ચમત્કારિક ફાયદાઓ.
- પગની એડીથી માથાના ઉપરના ભાગ સુધીના તમામ રોગો દૂર થશે. તમારા ઘરની દવા થી જ .
અજમાના બીજ એક એવા બીજ છે, જેને આયુર્વેદથી લઈને મસાલાઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. જે ઘણી બીમારીને ઠીક કરવાની તાકાત રાખે છે. જી હા મિત્રો, તે બીજ છે અજમાના બીજ. અજમાના લાભ વિશે તો તમે જાણતા જ હશો. અજમાનો ઉપયોગ રસોઈમાં તો કરવામાં આવે છે, સાથે જ તેનો ઉપયોગ આયુર્વેદમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ભલે તેના સેવનથી અનેક લાભ થતાં હોય, પરંતુ શું તમે જાણો છો કે અજમાનું વધારે સેવન કરવાથી તમને નુકશાન પણ થઈ શકે છે. આજે અમે આ લેખમાં આજ નુકશાન વિશે જણાવશું.
અજમામાં રહેલ તત્વો : અજમામાં સેપોનેની અને ફેનોલીક કમ્પાઉન્ડ હોય છે, અને સાથે જ થાઈમોલ, પેરા-સેમિન, એલ્ફા-પીનિન, બીટા-પીનિન તેમજ ગામા-ટેરપિન પણ હોય છે, જે એક પ્રકારનું વોલેટાઇલ ઓઈલ છે. અજમાના સેવનથી સ્વાસ્થ્ય, ઉંમર અને લક્ષણો અનુસાર તે ભિન્ન હોય છે. સામાન્ય રીતે તેનો ડોસ નીચે મુજબ લેવો જોઈએ.
અજમાનો ઉપયોગ એક દિવસમાં 1-2.5 ગ્રામની વચ્ચે જ કરવું જોઈએ. રોગનિવારક માત્રા તરીકે 1.9 થી 3.9 ગ્રામ. જો કાળા મીઠાની સેવન કરો, તો 0.9 થી 1.8 ગ્રામ. અજમાના બીજનું પાણી 9.5 થી 95.8 મિલીગ્રામ ઉચિત છે.
શું છે સાઈડઇફેક્ટ : આહારમાં અજમાનું પ્રમાણ મર્યાદિત અને નિયંત્રણમાં હોય શકે છે. જો આપણે તબીબી માત્રા વિશે વાત કરીએ, તો તેમાં અજમાના બીજનો ઉપયોગ સલામત છે. તેથી તેને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લાભોનો ખજાનો કહેવામાં આવે છે. પરંતુ, સમસ્યા ત્યારે થાય છે કે, જ્યારે તેની માત્રા વધવા લાગે છે.
ક્યારે ન કરવું જોઈએ અજમાનું સેવન : જો તમને પેટમાં અલ્સર હોય, અથવા તો ઇન્ટરનલ બ્લીડિંગની સમસ્યા હોય, અલ્સરેટિવ કોલાઈટિસ સમસ્યા હોય અથવા મોં માં ચાંદા પડી ગયા હોય ત્યારે અજમાનું સેવન ન કરવું જોઈએ. આથી તમારી સમસ્યા વધી શકે છે. અન્ય બીજી હાનિકારક સાઈડઇફેક્ટ નીચે મુજબ છે.
1 ) કબજિયાતની સમસ્યા થઈ શકે છે. આમ, અજમાનું પાણી અનેક રીતે સારું છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ શરીર પર નકારાત્મક અસર કરે છે. તેનાથી ગેસની સમસ્યા પણ થઈ શકે છે. એટલું જ નહીં મળ ઠીક પણ થઈ શકે છે. જો થોડી કબજિયાતની સમસ્યા છે, તો અજમાનું સેવન તમે કરી શકો છો. પરંતુ જો અજમાનું વધુ સેવન કરવામાં આવે તો તે કબજિયાતની સમસ્યાને વધારી શકે છે.
2 ) સ્કીન સંવેદનશીલ થઈ શકે છે. અજમા સપ્લીમેંટસનો વધુ પડતો ઉપયોગ, લાંબા સમય સુધી ત્વચાની ફોટોસેંસિવિટીનું કારણ બની શકે છે, જેના કારણે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા ત્વચા વિવિધ રીતે પ્રતિક્રિયા આપી શકે છે.
3 ) પ્રેગનેન્સી દરમિયાન પણ સમસ્યા વધી શકે છે. જે પણ સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન અજમાનું સેવન કરે છે, તો તેમને થોડી સાવધાની રાખવી પડે છે, કારણ કે આનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં ગરમી વધી શકે છે, તે કારણથી સ્થિતિ ગંભીર થઈ શકે છે.
4 ) હૃદયની બીમારીનું કારણ પણ બની શકે છે. અજમાનું જો પાણીની સાથે સેવન કરવામાં આવે, તો તે હૃદયની ગતિને વધારી શકે છે. તે કારણથી હૃદયના ધબકારા વધી શકે છે અને બ્લડપ્રેશર પણ થઈ શકે છે. આ હૃદયની અનેક બીમારીનું કારણ પણ બની શકે છે.
5 ) લીવરની સમસ્યા વધી શકે છે. લીવર સંબંધિત સમસ્યાઓ, ડાયવર્તીકુલીટીસની સ્થિતિ અને અલ્સરેટિવકો લાઈટિસ દર્દીઓએ આનું સેવન ન કરવું જોઇએ. નહીં, તો તે સમસ્યાને વધારી શકે છે.
6 ) ચક્કર અને ઉલ્ટીની સમસ્યા વધી શકે છે. અજમામાં રહેલ થાઈમોલ તથા ગામા-ટેરપિન, ઉલ્ટી અને ચક્કર આવવાનું કારણ બની શકે છે. તેથી અજમાનું વધુ સેવન કરવાથી લીવર માટે હાનિકારક થઈ શકે છે.
7 ) છાતીમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ એક રીતે અજમાનું સેવન પાચનને સારું કરવા માટે કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ અજમાનું વધુ સેવન કરવાથી છાતીમાં બળતરા અને જઠરાંત્રિયની સમસ્યા પણ થઈ શકે છે.
કહેવામાં આવે છે કે, કોઈ પણ વસ્તુનું સંતુલન હોવું જરૂરી છે. ઉપર લખેલ દરેક વાતથી જાણવા મળે છે કે, અજમાનું વધુ પડતું સેવન હાનિકારક થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રતિ જાગૃત રહેવું એ આપણાં માટે જરૂરી છે. જો તમારી સાથે પણ આવું કંઈ પણ થઈ રહ્યું છે, તો તમે તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો. આમ તમારે અજમાનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ નહિ તો અન્ય સમસ્યાઓ થઈ શકે છે.