મિત્રો તમે કદાચ પોતાના ઘરેલું નુસ્ખા રૂપે અનેક વસ્તુઓનો ઉપયોગ કરતા હશો. જેમાંથી તુલસી, લીમડો મુખ્ય છે. તેમજ જો આ બંને વસ્તુઓની સાથે જો ગિલોયને મિક્સ કરીને સેવન કરવામાં આવે તો અનેક ફાયદાઓ મળે છે.
આ પણ વાંચો
- કિડનીના ખૂણે ખૂણામાં રહેલી ગંદકી વગર દવાએ એક 1 દિવસમાં જ કરી દેશે સાફ, જાણી લો કિડની સાફ કરવાનો આ કુદરતી અને અકસીર ઈલાજ
- સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત…
- પેટની ચરબીથી લઈ શરીરની આટલી બીમારીઓમાં કારગર છે આ સુપર બીજ… જાણો આ બીજ શાના છે અને ઉપયોગ કરવાની રીત..
ગિલોય, તુલસી અને લીમડો ત્રણેયનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે. આયુર્વેદમાં ત્રણેયનું સેવન ખુબ જ ફાયદાકારક હોય છે. આયુર્વેદમાં ત્રણેયને તેમના ઔષધિય ગુણ માટે ઓળખવામાં આવે છે. ત્યાં સુધી કે પ્રાચીન ચિકિત્સામાં ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે તેનો પ્રયોગ કરવામાં આવતો હતો. સાથે જ આ ત્રણેય ઘણી આયુર્વેદિક દવાઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લોકો તેનું સેવન અલગ-અલગ કરે છે, પરંતુ શું તમે જાણો છો, કે તેનું સાથે સેવન કરવાથી ઘણા ગંભીર રોગોનું જોખમ મટે છે અને તેના ફાયદા પણ મળે છે?
ઘણા લોકો સામાન્ય રીતે પૂછતા હોય છે કે ગિલોય, લીમડો અને તુલસીનું સાથે સેવન કેવી રીતે કરવું અને તેનાથી સ્વાસ્થ્યને ક્યાં-ક્યાં ફાયદાઓ મળે છે? તેના વિશે વધુ જાણકારી માટે એક્સપર્ટ આપણને વિગતે વાત કરે છે. તેમનું માનો તો તમે ગિલોય, લીમડો અને તુલસીનું જ્યુસ કે ઉકાળાના રૂપમાં સેવન કરી શકો છો.
ગિલોય, લીમડા અને તુલસીના જ્યુસના ફાયદા:-
1) ઇમ્યુનિટી મજબૂત બને છે:- જયારે તમારા શરીરની ઈમ્યુન સીસ્ટમ નબળી હોય ત્યારે અનેક રોગો તમારા શરીર પર અસર કરતા હોય છે. જેનાથી બચવા માટે જરૂરી છે કે તમારે ઈમ્યુન સીસ્ટમ મજબુત કરે એવી ઔષધિનું સેવન કરવું. ડાયેટિશિયન મુજબ, ગિલોય, લીમડા અને તુલસીનું જ્યુસ પીવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. જેનાથી શરદી-ઉધરસ, તાવ, એલર્જી, વાઇરલ સંક્રમણ જેવી સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે.
2) બ્લડ શુગર કંટ્રોલ કરે છે:- જયારે તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં ન હોય ત્યારે તમને અનેક સમસ્યા થઇ શકે છે. ડાયાબિટીસના રોગીઓ માટે આ જ્યુસ ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. કારણ કે, તે બ્લડ શુગરમાં સ્પાઇકને અટકાવવા અને રક્તમાં શુગરના સામાન્ય સ્તરને જાળવી રાખવામા મદદ કરે છે. સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી ઘણો લાભ મળે છે.
3) સારું એવું ડિટોક્સ ડ્રિંક છે:- આ જ્યુસનું સેવન તમે એક હેલ્દી જ્યુસ રૂપે પણ કરી શકો છો. આ જ્યુસનું સેવન કરવાથી શરીરમાં રહેલ હાનિકારક ટોક્સિંસ અને અપશિષ્ટ પદાર્થો બહાર નિકળવામાં મદદ મળે છે. તે એક પ્રાકૃતિક બ્લડ પ્યુરિફાયરના રૂપમાં કાર્ય કરે છે. જેનાથી તે ત્વચાની ઘણી સમસ્યાઓથી લડવામાં મદદ કરે છે. આ જ્યુસનું સેવન કરવાથી ત્વચામાં નેચરલ ગ્લો આવે છે.
4) શ્વાસ સંબંધી રોગોમાં ફાયદાકારક છે:- જો તમને શ્વાસ સંબંધી કોઈ સમસ્યા છે તો તમારે આ જ્યુસનું સેવન કરવાથી ઘણી રાહત મેળવી શકો છો. આ જ્યુસ પીવાથી ફેફસાના સ્વાસ્થ્યમાં સુધાર થાય છે અને તેનું કામકાજ સારું બને છે. જેનાથી તે શ્વાસ સંબંધી રોગો જેવાકે, અસ્થમા વગેરેમાં ખૂબ જ લાભદાયી છે. તે શરદી-ઉધરસની સમસ્યામાં પણ ખૂબ જ લાભદાયી છે અને કફને બહાર કાઢે છે.
5) પેટ અને લીવર માટે ફાયદાકારક છે:- પેટની અનેક સમસ્યાઓને દુર કરવા માટે આ જ્યુસ ખુબ જ અસરકારક માનવામાં આવે છે. પેટ સંબંધી સમસ્યાઓ દૂર કરવા અને લીવર ઇન્ફેક્શનમાં સુધારો કરવામાં આ જ્યુસ ખૂબ જ લાભદાયી છે. તેનું સેવન કરવાથી પાચન મજબૂત થાય છે. સાથે જ એંટીઓક્સિડેંટ ગુણોથી ભરપૂર હોવાને કારણે તે લીવરને નુક્સાનથી પણ બચાવે છે અને સુરક્ષિત રાખે છે. તે ભોજનના સારા પાચન અને તેના પોષકતત્વોથી અવશોષણની પ્રક્રિયાને પણ સારી બનાવે છે. તમે સવારે ખાલી પેટ આ જ્યુસનું સેવન કરી શકે છે. આ જ્યુસ ભોજનને પચવા દેવામાં તમારી મદદ કરે છે.