જેમ કે તમે જાણો છો તેમાં નાળિયેર પાણી તમારા સ્વાસ્થ્ય માટે એક એનર્જીનું કામ કરે છે. તેનાથી તમારું શરીર હાઈડ્રેટ રહે છે. અને તમને પર્યાપ્ત માત્રામાં ઉર્જા મળી રહે છે. પણ નાળિયેર પાણીને અમુક ચોક્કસ સમયે જો પીવામાં આવે તો તેના ડબલ ફાયદાઓ થાય છે. તેનાથી તમને દરેક પોષક તત્વો મળી રહે છે. આજે અમે તમને આ લેખમાં સવારે ઊઠીને ખાલી પેટ નાળિયેર પાણી પીવાથી કેટલા ફાયદાઓ થાય છે તેના વિશે જણાવીશું.
આ પણ વાંચો
- વિટામીન D3 અને B12 ની કમી શરીર માટે છે જોખમી, જલ્દી ખાવા લાગો આ વસ્તુ વિટામીનની ઉણપ દુર કરશે દવા અને ઈન્જેકશન વગર જ….
- સવારે ખાલી પેટ કરો અમૃત સમાન આ 3 ઔષધિનું સેવન, શરીરમાં થશે આવા 5 જબરદસ્ત ફાયદાઓ…જાણીલો આ ખાસ ઉપયોગી માહિતી…
- કિડનીના ખૂણે ખૂણામાં રહેલી ગંદકી વગર દવાએ એક 1 દિવસમાં જ કરી દેશે સાફ, જાણી લો કિડની સાફ કરવાનો આ કુદરતી અને અકસીર ઈલાજ
- સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત…
ગરમીની ઋતુમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે પોતાને હાઈડ્રેડ રાખવું ખૂબ જરૂરી બને છે. એવામાં આ ઋતુમાં નારિયેળ પાણી પીવાથી તમને ઘણો ફાયદો મળે છે. ગરમીની હિટ ઓછી કરવા અને એનર્જી બુસ્ટ કરવા માટે નારિયેળ પાણી ઘણું ફાયદાકારક ગણવામાં આવે છે. નારિયેળ પાણીનું સેવન સાચા સમયે કરવાના ડબલ ફાયદાઓ છે. તો આવો જાણીએ દિવસમાં ક્યાં સમયે નારિયેળ પાણીના સેવનથી તમે તેના બધા ફાયદાઓ મેળવી શકો છો.
શું છે નાળિયેર પાણી પીવાનો સાચો સમય:- નાળિયેર પાણીનું સેવન તમે ગમે ત્યારે કરી શકો છો. તમે તેને દિવસના સમયે કે રાત્રે પણ પી શકો છો. પરંતુ અમુક ખાસ સમયે પીવાથી તેના ફાયદો ડબલ થઈ જાય છે.
ખાલી પેટ કરવું નાળિયેર પાણીનું સેવન:- સવારે ઉઠતાં જ ખાલી પેટ નાળિયેર પાણીનું સેવન કરવાથી તેના ઘણા ફાયદાઓ મળી શકે છે. નાળિયેર પાણીમાં લોરીક એસિડ જોવા મળે છે જે ઇમ્યુનિટી બુસ્ટ કરવાની સાથે જ મેટાબોલીજ્મ વધારે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ નાળિયેર પાણીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી ડિહાઈડ્રેશન અને કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. સાથે જ પ્રેગ્નેન્સીમાં થતી સમસ્યાઓ પણ દૂર થાય છે.
વર્કઆઉટ પહેલા અને પછી:- નાળિયેર પાણીને બેસ્ટ નેચરલ ડ્રિંક ગણવામાં આવે છે. તે બોડીને હાઈડ્રેડ રાખવા અને વર્કઆઉટ પહેલા એનર્જી બુસ્ટ કરવામાં મદદ કરે છે. જ્યારે વર્કઆઉટ પછી નાળિયેર પાણી ઇંટેન્સ એકસરસાઈઝ બાદ ખોવાયેલ ઇલેક્ટ્રોલાઇટ્સ પાછા ભેગા કરવામાં મદદ કરે છે. નાળિયેર પાણીથી થાક દૂર કરવામાં પણ મદદ મળે છે. આમ નાળિયેર પાણી તમને એક શક્તિ પ્રદાન કરવાનું કામ કરે છે.
જમ્યા પહેલા:- જમતા પહેલા જો તમે નાળિયેર પાણી પીઓ છો તો ઓવારઇટિંગથી બચી શકાય છે. નાળિયેર પાણીનું સેવન કરવાથી ડાઇઝેશન સરખું થાય છે. સાથે જ તેનાથી જમ્યા પછી થતી બ્લોટિંગની સમસ્યાથી બચી શકાય છે. નાળિયેર પાણી પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
રાત્રે સૂતા પહેલા:- નાળિયેર પાણીની સુગંધ તમારું મગજ શાંત કરવામાં મદદ કરે છે. તેનાથી એઙ્ગ્જાઇટી અને હાર્ટબીઆઇટી સ્લો કરવામાં મદદ મળે છે. રાત્રે સૂતા પહેલા નાળિયેર પાણીનું સેવન કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને મગજ શાંત થાય છે. તેનાથી યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન અને કિડનીથી જોડાયેલી સમસ્યાઓથી પણ બચી શકાય છે.
હેંગઓવરનો ફાયદાકારક ઈલાજ:- જો તમે હેંગઓવરથી બચવા માંગતા હોય તો તેના માટે નાળિયેર પાણી તમને ખૂબ જ કામ આવી શકે છે. દારૂનું સેવન કરવાથી શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા થાય છે, સવારે ઊઠીને તમારે માથામાં દુખાવાનો સામનો કરવો પડે છે. એવામાં નાળિયેર પાણી ખોવાયેલ ઇલેક્ટ્રોલાઇટ્સ રિસ્ટોર કરવામાં મદદ કરે છે જેનાથી તમને સારો અનુભવ થાય છે.
નાળિયેર પાણીમાં પોટેશિયમ, મેંગેનીઝ, વિટામિન સી, કેલ્શિયમ જેવા તત્વો જોવા મળે છે જે, તમને હેલ્થી રાખવામા મદદ કરે છે. આમ નાળિયેર પાણીનું સેવન સવારે વહેલા ઊઠીને કરવાથી તમે આખો દિવસ ઉર્જાનો અનુભવ કરો છો. અને તમને થાક કે કમજોરીનો અનુભવ નથી થતો.